Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

જૈનમ રાસોત્સવઃ લેઉવા પટેલ સમાજ- ખોડલધામનાં આગેવાનોનાં હસ્તે આરતી

રઘુવંશી સમાજનાં આગેવાનો દ્વારા આરતીઃ આજે બેસ્ટ કપલ ડ્રેસીંગ સ્પર્ધા અને બ્લેક ડ્રેસ ડે- બ્લેક ગોગલ્સ થીમ

રાજકોટઃ બીજા નોરતે પારીજાત પાર્ટી પ્લોટ ખાતે જૈન અગ્રણી અને જાણીતા બિલ્ડર શ્રી જીતુભાઈ બેનાણી અને તેમના ધર્મપત્નીનાં હસ્તે દીપ પ્રાગ્ટય કરી જૈનમ્ નવરાત્રી મહોત્સવનો શુભારંભ કરવામાં આવેલ હતો. આ તકે સોનમ્ કવાર્ટઝ-મોરબીનાં જયેશભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહયા હતા.

 લેઉવા પટેલ સમાજ તેમજ ખોડલધામનાં આગેવાનો સર્વશ્રી હંસરાજભાઈ ગજેરા, રમેશભાઈ ટીલાળા, જીતુભાઈ વસોયા, હરેશભાઈ પરસાણા, ચિરાગભાઈ સીયાણી, મનોજભાઈ સતાણી, વિજયભાઈ સીયાણી, હરેશભાઈ સીયાણી, ખુશ્બુબેન સીયાણી, વર્ષાબેન સતાણી, શીતલબેન સખીયા અને વિજયભાઈ સીયાણી દ્વારા ઉતારવામાં આવેલ હતી.

બહેનો માટે મહેંદી અને જેન્ટસ માટે ટેટ્ટુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મહેંદી સ્પર્ધામાં આરતી પારેખ, વોરા લીના, વખારીયા દ્રષ્ટી અને ટેટ્ટુ સ્પર્ધામાં મેહુલ પારેખ, દોશી કુંજલ, પારેખ ફાલ્ગુની જયારે કીડ્સમાં પારેખ પ્રશમ અને દોશી હેત્વીને નિર્ણાયકો દ્વારા વિજેતા જાહેર કરેલ. પ્રિન્સ, પ્રિન્સેસ સહિતના ઈનામો આપવામાં આવેલ. જજ તરીકે જીગ્નેશ પાઠક, અમીત રાણપરા, ઉષ્માબેન વાણી, ભાવનાબેન બગડાઈ, જયેશ સોના, અર્ચનાબેન જોશી, શીતલબેન કારીયા જજ તરીકેની બેનમુન સેવા આપેલ હતી.

(4:15 pm IST)