Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

કોળી સમાજના કાર્યાલયનો પ્રારંભ

 અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હી દ્વારા લોકોના પ્રશ્ન હલ થાય તે માટે તેમજ તમામ કોળી સમાજના લાભો પ્રાપ્તથાય તે હેતુથી કનૈયા ચોક, રણુંજા મંદિર, કોઠારિયા મેઇન રોડ રાજકોટ ખાતે મુખ્ય કાર્યાલયની કેબીનેટ મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળિયા દ્વારા કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. સમાજના લોકોને યોજનાના લાભો જેવા કે, અમૃતમ યોજના, માં વાત્સલ્ય યોજના, આયુષ્યમાન કાર્ડ આ ઉપરાંત સરકાર તરફથી મળતા દરેક લાભો સમાજ સુધી પહોંચાડવા માટે સમાજનું સંગઠન મજબુત થાય અને સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણની સહાય મળે અને સમાજનો કોઇ પણ વ્યકિત સમાજના મળતા લાભથી વંચિત ન રહે તે હેતુથી આ કાર્યાલયની સ્થાપના કરવામાં આવી. આ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે મેનાબેન જાદવ (વોર્ડ નં.૧૮ કોર્પોરેટર), જીજ્ઞાશાબેન મેર(ગુજરાત પ્રદેશ મહામંત્રી) મગનભાઇ બારૈયા, મહેશભાઇ રાજપરા (રાજકોટ જિલ્લા યુવા પ્રમુખ), શૈલેશભાઇ જાદવ (રાજકોટ શહેર યુવા પ્રભારી), અલ્પેશભાઇ સાધરીયા, દીપકભાઇ બારૈયા (કોળી સમાજ આગેવાન) સહિતના હાજર રહ્યા હતા. આ સમગ્ર આયોજનમાં રમેશભાઇ જીંજરીયા, હરિભાઇ માયાણી, ભુપતભાઇ ચૌહાણ, દિલીપભાઇ કટોચણા, રણછોડભાઇ મેર, ડી.કે.ગોહેલ, કરણભાઇ સોલંકી, વિપુલભાઇ સોલંકી, જયદીપભાઇ કુકડીયા, ચેતનભાઇ માણસુરીયા, શૈલેષભાઇ સાકરીયા સહભાગી બન્યા હતા. આગામી ૮ દિવસમાં ફરીવાર કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા કાર્યાલયની મુલાકાત કરશે તેમ જણાવ્યુ હતું.

(4:05 pm IST)