Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ગાંધી દર્શન ટી. વી. સિરીયલનાં નિર્માણ માટે ગાંધીપ્રેમી હસમુખભાઇ પરમાર દ્વારા નવરત્ન સિક્કાનું નિર્માણ

રાષ્ટ્રપિતાની ૧પ૦ મી જન્મ જયંતી પ્રસંગે... : સોનુ-ચાંદી, ત્રાંબુ-પિતળ-એલ્યુમીનીયમની પંચધાતુનાં મિશ્રણવાળા આ સિક્કાના કોપીરાઇટસ મેળવ્યાઃ ફંડ માટે સિક્કાનું વેચાણ શરૃઃ ર૦ હજારના સિક્કામાં રર મી સુધી રપ ટકા ડીસ્કાઉન્ટ

રાજકોટ તા. ૧ :.. આવતીકાલે રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીની ૧પ૦ મી જન્મ જયંતી છે ત્યારે ગાંધીપ્રેમી હસમુખભાઇ પરમારે અનેરા 'નવરત્ન' સીકકાનું નિર્માણ કરી અને તેનાં કોપીરાઇટસ મેળવી ૧૦૦૦  એપીસોડની 'ગાંધી દર્શન' ટી. વી. સીરીયલ માટે ફંડ મેળવવા આ સીકકાનું વેંચાણ શરૂ કર્યુ છે.

આ નવરત્ન સીકકાની વિશેષતાએ છે કે સીકકામાં સોનુ, ચાંદી, ત્રાંબુ, પિતળ અને એલ્યુમીનીયમ એમ પંચધાતુનો સીકકો છે. સીકકાનું વજન ૩૦૦ ગ્રામ છે.

નવરત્ન સિકકામાં આગળના ભાગમાં મધ્યમાં ગાંધીજી અને ફરતે સરદાર વલ્લભભાઇ પટેલ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, મંગળ પાંડે, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તીલક, રવિન્દ્રનાથ ટાગોર, અને બંકીમ બાબુની ડીઝાઇન બનાવી છે. જયારે સીકકાની પાછળની બાજુમાં ઉપર દેશનો નકશો અને નકશાની વચ્ચે ભારત માતાની તસ્વીર. તેની નીચે ૧૮પ૭ ના વિપ્લવની તસ્વીર અને નીચે નવ મહાપુરૂષોએ આપેલ સુત્ર લખવામાં આવ્યા છે.

નોંધનીય છે કે નવી પેઢીને મહાત્મા ગાંધીજી વિશે માહીતગાર કરવા ગાંધીજીની સીરીયલ બનાવવી છે. મહાત્મા ગાંધીજીનું જીવન મોહન થી માંડીને મહાત્મા સુધીની સફર આ સીરીયલમાં બતાવવામાં આવશે. નવરત્ન સીકકાની કિંમત ર૦,૦૦૦ છે. ર ઓકટોબરથી રર ફેબ્રુઆરી સુધી લોકોને રપ ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવશે. નવરત્ન સીકકાની વધુ માહીતી માટે પૂજાબેનનો સંપર્ક ૯૩૭૦પ ૪૭૯૬૭ કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(4:04 pm IST)