Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

પ્લાસ્ટીક વેસ્ટમાંથી ટ્રાફીક સર્કલોમાં કલાત્મક પ્રતિકૃતિઓનું નિર્માણ

કિશાનપરા ચોકમાં 'કયુબ' અને ત્રિકોણબાગે 'થેલી'ની પ્રતિકૃતીઓ મુકતુ કોર્પોરેશન

રાજકોટ તા. ૧ :.. ભારત સરકાર દ્વારા  સ્વચ્છતા હી સેવા  કાર્યક્રમ અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા જણાવેલ છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા લોકોને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવાની પ્રતિકાત્મક અપિલ કરતો વેસ્ટ મટીરીયલ્સમાંથી બેસ્ટ બનાવતો કયુબ બનાવવામાં આવેલ છે. આ કયુબમાં શહેરમાંથી જપ્ત કરવામાં આવેલ તેમજ મટીરીયલ્સ રીકવરી ફેસીલીટી (એમઆરએફ) માં જમાં કરવામાં આવેલ. સિંગલ યુઝ પ્લાસ્ટીક તેમજ પેટ બોટલ્સ ભરવામાં આવેલ છે. આ પ્રકારના કયુબ (૧) કિશાનપરા ચોક, બાલભવન ગેટની સામે તેમજ (૨) ત્રિકોણબાગ ખાતે મુકવામાં આવેલ છે.ઙ્ગ

આજરોજ કિશાનપરા ચોક ખાતે કયુબનું પ્રતિક તેમજ જીલ્લા પંચાયત ચોક ખાતે કાપડની થેલીનું પ્રતિક, એમ બંને પ્રતિકોનું ઉદઘાટન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મેયર બિનાબેન આચાર્ય, શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડ,ઙ્ગ કમિશનર ઉદિત અગ્રવાલ,ઙ્ગસેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, નાયબ કમિશનર

(4:01 pm IST)