Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં 'કટીંગ' વખતેજ પોલીસનો દરોડો : દારૂની ૧૧૧ બોટલ સાથે બે પકડાયા

કાંગસીયાળીના અંકીત સંતોકી અને આણંદપરના ચેતન નિમાવતની ધરપકડ : રીક્ષા, બાઇક અને દારૂ સહિતની ૧.૦૪ લાખની મતા કબજે : કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, અને કુલદિપસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા ૦૧  : શહેરના સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં વિદેશી દારૂનું 'કટીંગ' થતું હોવાની બાતમીના આધારે માલવીયાનગર પોલીસે દરોડો પાડી રીક્ષામાંથી ૧૧૧ બોટલ સાથે પટેલ અને બાવાજી શખ્સને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર અજય ચોૈધરી તથા ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે. એસ. ચંપાવત, એ.એસ.આઇ. વેલુભા ઝાલા, હેડ કોન્સ. દીગ્પાલસિંહ જાડેજા,ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, દેવાભાઇ દરજીયા, તથા ભાવીનભાઇ રતન સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. ભાવેશભાઇ, હરપાલસિંહને મળેલી બાતમીના આધારે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં.૧૦ માં દરોડો પાડી જીજે-૦૨-વીવી-૧૮૭૩ નંબરની રીક્ષામાંથી વિદેશી દારૂની ૧૧૧ બોટલ સાથે લોધીકાના કાંંગશીયાળી ગામ પાસે એટલાન્ટીકસ એપાર્ટમેન્ટ બી/૬૦૧ માં રહેતો અંકીત નીતીનભાઇ સંતોકી (ઉ.વ.૨૮) અને કાલાવડના આણંદપરના ચેતન  જગદીશભાઇ  નિમાવત  (ઉ.વ.૨૮) ને પકડી લઇ જીજ-૧૧-એજી-૫૦૪૦ નંબરનું સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા રીક્ષા માળી રૂા૧,૦૪,૦૦૦ ની મતા કબજે કરી હતી. પોલીસે બંનેની પુછપરછ કરતા દારૂનો  જથ્થો મહારાષ્ટ્રમાંથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું અને દારૂ ભરેલી રીક્ષાનું અંકીત સંતોકી બાઇક પર પાયલોટીંગ કરતો હતો.

જયેશ ઉર્ફે જયલો દારૂની ૬ બોટલ સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ કોન્સ. એ.બી. જાડોજા તથા કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહીલ સહિતે બાતમીના આધારે પંચવટી મેઇન રોડ, જાનવી પાકર્બ શેરી નં.-૨ માં દરોડો પાડી ૬ બોટલ દારૂ સાથે જયેશ ઉર્ફે જયલો રમેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૦) (રહે. મેઘમાયાનગર શેરી નં.-૪, નાનામવા રોડ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:54 pm IST)