Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ભારે વરસાદને કારણે ખેડૂતોનો તલ-મગફળી-કપાસ-બાજરી જેવા પાકો નાશ પામ્યા છેઃ તાકિદે વળતર ચૂકવો

કિસાન સંઘનું કલેકટરને આવેદનઃ મણે રૂ.૧૮ નો વધારો તે ગણિત ખેડૂતોને સમજાતું નથી

ભારતીય કિસાન સંઘે પાક ફેઇલ થવા અંગે કલેકટર શ્રી રેમ્યા મોહનને આવેદન પાઠવ્યું હતું. નીચેની તસ્વીરમાં ઉમટી પડેલા ખેડૂતો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧ :.. ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં વધુ અતિ ભારે વરસાદને કારણે લીલા દુષ્કળ જેવી પરીસ્થિતી ઉભી થયેલ છે. જેના લીધે ખેતરોમાં પાણી ભરાવાથી ઉભો પાકો ફેલ થયેલ છે. જેનું વહેલામાં વહેલી તકે સચોટ સર્વે કરાવીને તાત્કલીક યોગ્ય વળતર ચુકવામાં આવે. તેવી માગણી કરી હતી.

ચાલુ વર્ષે મગફળીના ટેકા ભાવ પ્રતિ મણ ૧૦૧૮ રૂ. સરકારશ્રીએ નકકી કરેલ છે. ગત વર્ષની સરખામણીમાં માત્ર મણ દીઠ રૂ. ૧૮ વધારો કરવામાં આવ્યો છે, જે ખેડૂતોની મશ્કરી સમાન છે. આ વધારો સરકારશ્રીના કયાંનિષ્ણાંત અધિકારીઓએ સુચવ્યો છે ? સાત્વિક રીતે જોએ તો સરકારી કર્મચારીઓમાં સરેરાસ ૧૦ ટકાની વૃધ્ધિ થાય છે. તેની સામે માત્ર ૧.૮ ટકા જેટલો નજીવો ભાવ વધારો નકકી કરેલ છે, તે ગણિત સમજાતું નથી. ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવની સરકારશ્રીને નેમ છે. આ રીતે જો ભાવ વધારો નકકી કરવાના આવશે તો ૪૦-પ૦ વર્ષે લાગશે. સરકારશ્રીનું આ પગલું ખેડૂતોની બરબાદી નોતરશે. જેથી રપ ટકા મગફળીના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે. ટેકાના ભાવે મગફળીની ખરીદવાના સરકારના નિર્ણય અંગે ખેડૂતને કોઇ લાભ થતો ના હોવાના અખબારી અહેવાલો પ્રસિધ્ધ થયા છે, જે મુજબ ૧ મણ ખેડૂતને ર૧૮ રૂ.નો ફાયદો કરવા માટે, તે સામે સરકારશ્રીને રપ૦ રૂ. નો ખર્ચ કરવો પડે છે, સોના કરતા ઘડામણ મોંઘુ.

અતિવૃષ્ટિને કારણે તલ, મગફળી, કપાસ, બાજરી જેવા પાકોને ભયંકર નુકશાન થયેલ છે અમુક પાકો સંપૂર્ણ કોહવાય ને નાશ  પામેલ છે. આ વર્ષે વાવહીનો પ્રથમ વરસાદ થયા પછી વરસાદ મોડો થવાથી ખેડૂતોનો બિયારણ સુકાય ને નાશ પામેલ. ખેડૂતો આર્થિક રીતે નબળા હતા તેવા ખેડૂતો ફરી વરસાદ થતા પાક વિમામાં દર્ખાસમં દર્શાવેલ પાક કરતા ફરી મગળી, કપાસ વાવી શકયા નથી અને અન્ય પાક વાવતા વીમામાં દર્શાવેલ પાકમા અને ખેડૂતો આ પછીથી દર્શાવે પાકોમાં ફેરફાર થયેલ છે  આથી જે ખેડુતોએ જે પાક વાવેલો હોય તેની વીમો સર્વે કરી તાત્કાલીક સરકારશ્રીએ ચુકવામાં આવે.

ઉપરોકત અમારી માંગણીઓનો ઉકેલ થોડા દિવસની અંદર સંતોષકારક યોગ્ય નિકાલ નહિ કરવામાં આવે તો મજબુરણ ખેડૂતોએ ઉગ્ર અંદોલનનો રસ્તો અપનાવો પડશે.

આવેદન દેવામાં ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, રમેશભાઇ ચોવટીયા, અતુલભાઇ કમાણી, પ્રભુદાસભાઇ મણવર, ભરતભાઇ પીપળીયા, જીવનભાઇ વાછાણી, મનોજભાઇ ડોબરીયા, ઠાકરશીભાઇ પીપળીયા, રમેશભાઇ હાપલીયા, પરેશભાઇ રૈયાણી, ધર્મેશભાઇ સોરઠીયા, બચુભાઇ ધામી, જીતુભાઇ સંતોકી, મધુભાઇ પાંભર, શૈલેષભાઇ સીદપરા, અશોકભાઇ મોલીયા, ભાવેશભાઇ રૈયાણી, જાગાભાઇ ઝાપડીયા, કિશોરભાઇ લકકડ, વિનુભાઇ દેસાઇ, કિશોરભાઇ સગપરીયા, કાળુભાઇ, રમેશભાઇ લકકી, મુકેશભાઇ રાજપરા વિગેરે જોડાયા હતાં.

(3:31 pm IST)