Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

હવે ભાદરમાંથી રાજકોટને પાણી આપતા નહિ

ગોંડલ, જેતપુર, ધોરાજી પંથક માટે પાણી અનામત રાખવું જરૂરીઃ ભાદર સિંચાઈ હિતરક્ષક સમિતિનો કલેકટરને પોકાર

રાજકોટ, તા. ૧ :. ભાદર-૧ સિંચાઈ હિતરક્ષક સમિતિ-ધોરાજી દ્વારા મુખ્યમંત્રી અને કલેકટરને આવેદન પાઠવી ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસેના ભાદર-૧ ડેમનું પીવાનુ પાણી રાજકોટ અને રૂડાને અપાઈ છે તેની મુદત ન વધારવા રજૂઆત કરવામાં આવી છે.

વિરલ પનારા, કૈલાશ ભૂત, મનોજ મારવાણીયા, સમીર કાલરીયા, રવિભાઈ જાવીયા, જગદીશ અઘેરા, સુરેશ કાલરીયા, જી.ડી. બાલધા વગેરેના નામે લખાયેલ પત્રમાં જણાવાયુ છે કે ગોંડલ, જેતપુર, જૂનાગઢ, ધોરાજી અને ઉપલેટા તાલુકાના ૬૪ ગામમાં પાણી માટે ભાદર-૧ ડેમ સ્ત્રોત છે. તેના મહત્તમ ઉપયોગથી આ તાલુકાઓની સ્થિતિ સુધરી શકે તેમ છે. ભાદર-૧ સિંચાઈ એરીયામાં ખેડૂત ઉત્પાદીત વૃદ્ધિની રકમ ૨૦૦ થી ૩૦૦ કરોડ રૂપિયા થાય છે. ભૂતકાળમાં આ માટે એવોર્ડ પણ મળેલ છે. આ ડેમ બંધાયો ત્યારે માત્ર સિંચાઈનો જ હેતુ હતો. તેમાંથી રાજકોટને પીવાનુ પાણી અપાય તે યોગ્ય નથી. ૧૯૮૬-૮૭માં દુષ્કાળ વખતે રાજકોટને પીવા માટે પાણી આપવા આ ડેમમાંથી કામચલાઉ પાઈપલાઈન નખાયેલ. હાલ રાજકોટને સરકાર દ્વારા નર્મદાનું પાણી અપાઈ છે. સૌની યોજનાનું પાણી ભાદરમાં નાખવામાં આવે છે અને ભાદરનું પાણી રાજકોટને આપવામાં આવે છે. આમ સરકારને બેવડોે ખર્ચ થાય છે. સૌની યોજનાનું પાણી સીધુ રાજકોટને આપવુ જોઈએ. રાજકોટ કોર્પોરેશનના બીલના રૂ. ૪૨ કરોડ હજુ બાકી છે. તે રકમ વસુલી ડેમ તથા કેનાલનું આધુનિકરણ કરવુ જોઈએ. રાજકોટને ભાદરમાંથી અપાતા પીવાના પાણીની મુદત પુરી થવામાં છે તે રીન્યુ ન કરવા અમારી માંગણી છે.

(1:25 pm IST)