Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ઘરેલુ હિંસાના કેસમાં ભરણપોષણ વધારવા પત્નિએ કરેલ અપીલ નામંજુર

રૂરલ કોર્ટે માસીક ભરણપોષણ અંગે કરેલ હુકમને બહાલી

રાજકોટ, તા.૧: ઘરેલુ હિંસાના કેસમાં વચગાળાનું ભરણપોષણ વધારવાની પત્નિની અપીલ સેશન્સ અદાલતે રદ કરી હતી અને પત્નિને માસીક રૂ.૨પ૦૦/ અને સગીરને માસીક રૂ.૧પ૦૦/ ચુકવવાના ટ્રાયલ કોર્ટનો હુકમ કાયમ રાખેલ હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલ દ્વારકાધીશ સોસાયટી શેરી નં.૩માં 'આશિર્વાદ' મકાનમાં રહેતા રૂપલબેન વા/ઓ મનીષભઇ ઘઘડાએ પોતાનું તથા સગીર પુત્રી 'મહેક'નું ભરણપોષણ મેળવવા અને અન્ય રાહતો મેળવવા ઘરેલુ હિંસા અધીનિયમ હેઠળ કરેલ અરજીમાં જે.એમ.એફ.સી. કોર્ટે જે તે વખતે અરજદારને માસીક રૂ.૨પ૦૦/ અને સગીરને માસીક રૂ.૧પ૦૦/ મળી કુલ માસીક રૂ.૪૦૦૦/ વચગાળાનું ભરણપોષણ મંજુર કરેલ તે સિવાયની અન્ય નાણાકીય રાહતોની દાદ નામંજુર કરેલ જે હુકમથી નારાજ થઇ સેશન્સ કોર્ટમાં અપીલ કરીને ભરણપોષણની રકમ વધારવા તથા અન્ય નાણાકીય રાહતો આપવા જે તે સમયે દુબઇ રહેતા તેના પતિ મનીષભાઇ ભગવાનજીભાઇ ઘઘડા વિરૂધ્ધ કરેલી માંગણીના સેશન્સ કોર્ટમાં તાજેતરમાં રદ કરીને પત્નિએ કરેલી અપીલ મેરીટસ પર નામંજુર કરેલ છે.

ઉપરોકત હકીકતે બંને પક્ષોની સુનાવણી બાદ સેશન્સ અદાલતે  સામાવાળા તરફે થયેલ દલીલોને માન્ય રાખી અરજદારની ભરણપોષણની રકમમાં વધારો કરવાની અને અન્ય નાણાકીય રાહતો આપવાની માગણી કાયદેસર રીતે મંજુર થવાને પાત્ર નથી તેવું ઠરાવી અરજદાર રૂપલબેનની અપીલ નામંજુર કરેલ છે અને કાયદાનો ખોટો સહારો લઇ માત્ર પોતાનો આર્થિક લાભ મેળવવા ઇચ્છતી પત્નિઓ માટે એક સબકરૂપ ચુકાદો આપેલ છે.

આ કેસમાં સામાવાળા મનીષભાઇ વતી ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજ અને તેના એસોસીએશનમાં દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, રાકેશ ભટ્ટ, મેહુલ ઝાલા, સપના ભેસજાળીયા વગેરે રોકાયેલ છે.(૨૩.૧૦)

(4:12 pm IST)