Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

કાલે ગાંધી જયંતીએ યોજાશે 'સ્વચ્છતા પ્રભાત ફેરી'

કચરાગાડી -ટીપરવાનમાં કાલથી ગુંજશે 'સ્વચ્છતાનાં ગીતો': ૧પ૦મી ગાંધી જયંતીના કાર્યક્રમો જાહેર કરતા મેયર સહીતના પદાધિકારીઓ

રાજકોટ, તા.૧: મેયર બિનાબેન આચાર્ય, ડે.અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા એક સયુંકત યાદીમાં જણાવે છે કે, ૨જી ઓકટોબર ૨૦૧૮ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી રાજયભરમાં થનાર છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા પણ ૨જી ઓકટોબર ૨૦૧૮ના રોજ રાજયના મંત્રીશ્રીઓની ઉપસ્થિતમાં નીચે મુજબના કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમોમાં રાજયના મંત્રીશ્રી, સાંસદ, ધારાસભ્ય, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, અને શહેરીજનો જોડાશે.

૧.   સવારના ૦૮:૦૦ કલાકે માધ્યમિક સ્કુલના વિદ્યાર્થીભાઈ બહેનો દ્વારા આલ્ફ્રેડ હાઈસ્કુલથી જયુબેલી બાગ ખાતે ગાંધીજીની પ્રતિમા સુધી સ્વછતા જાગૃતિની પ્રભાત ફેરી યોજાશે.

૨. જયુબેલી બાગ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ અને પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે.

૩. સાંજના ૦૫:૩૦ કલાકે ગાંધી મ્યુઝિયમ ખાતે અંધજન મંડળના બહેનો દ્વારા ગાંધીજીને પ્રિય એવા ભજનાવલી કાર્યક્રમ તથા સ્વછતા જાગૃતતા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતા ટીપર વાહનમાં સ્વછતા ગીતનું લોન્ચિંગ કરાશે.

૪. સાંજના ૦૫:૩૦ કલાકે ગાંધી મ્યુઝિયમ ખાતે વિદ્યાર્થી સાથે ગાંધીજીના જીવનપર વિચાર ગોષ્ઠી યોજાશે.

પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણીના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમોમાં શહેરીજનોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવે છે.(૨૩.૧૨)

(4:11 pm IST)