Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

આનંદનગર રોડ પરથી ર૦૪ બોટલ દારૂ ભરેલી કાર જપ્તઃ બુટલેગરની શોધ

રાજકોટ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિધ્ધાર્થ ખત્રી ત્થા ડીસીપી ઝોન-૧ ના રવિ મોહન સૈનીની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, પ્રકાશભાઇ વાંક, દિવ્યરાજસિંહ ઝાલા, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ રાણાભાઇ, રાજેશભાઇ તથા હિતેશભાઇ અગ્રાવત સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે કોન્સ. દીવ્યરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે આનંદનગર મેઇન રોડ આર. એમ. સી. કોમ્યુનીટી હોલ સામે દરોડો પાડી જીજે-૧ર એકે.-૬૩૬૩ નંબરની વર્ના કારમાંથી રૂ. ૧.૧૪ લાખની કિંમતની દારૂની ર૦૪ બોટલ મળી આવતા કાર સહિતનો મુદામાલ કબજે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. (પ-ર૩)

(4:11 pm IST)