Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સિવિલ હોસ્પીટલના ટ્રેઇની મહિલા ડોકટર ઉપરના દુષ્કર્મના કેસમાં આરોપી ડોકટરની જામીન અરજી

ડોકટર આરોપીની જામીન અરજી રદ કરવા પોલીસ સોગંદનામું કરશે

રાજકોટ તા. ૧ :.. અત્રેની સીવીલ હોસ્પીટલમાં ટ્રેઇની મહિલા ડોકટર ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ અને જેલ હવાલે થયેલ સીવીલ હોસ્પીટલના ડો. સચિનસીંગ અતિષકુમાર સીંગે જામીન પર છૂટવા અરજી કરી છે. જેની સુનાવણી બુધવાર ઉપર મુલત્વી રાખવામાં આવેલ છે.

આ જામીન અરજીના વિરોધમાં પ્ર.નગર પોલીસ દ્વારા આરોપીના જામીન રદ કરવા બપોર બાદ કોર્ટમાં સોગંદનામું કરવામાં આવનાર છે.

આ અંગેની વિગત એવી છે કે, આજથી પાંચેક દિવસ અગાઉ આરોપીએ સીવીલ હોસ્પીટલમાં એક મહિલા ટ્રેઇની ડોકટર ઉપર દુષ્કર્મ આચરવામાં આવેલ હતું.

આ બનાવ અંગે આરોપી ડો. સચિનસીંગ વિરૂધ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આઇ. પી. સી. ૩૭૬ (ર) છે તેમજ પ૦૬ (ર) હેઠળ ગુનો નોંધાયો હતો.

આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરતાં આરોપી ડોકટરે એડવોકેટ તુષાર ગોકાણી, મારફત જામીન પર છૂટવા અરજી કરી છે. આ અરજીના વિરોધમાં બપોર બાદ પોલીસ દ્વારા આરોપી ડોકટરનાં જામીન રદ કરવા સોગંદનામું કરવા તજવીજ હાથ ધરાઇ છે.

આ કામમાં સરકાર પક્ષે ઓ. પી. પી. શ્રી સમીર એમ. ખીરા તથા આરોપી વતી એડવોકેટ શ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, કેવલ પટેલ વિગેરે રોકાયા છે. (પ-રર)

(4:10 pm IST)