Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સહકાર સોસાયટીમાં એક વર્ષના ટેણીયા જેવીનનું ઘોડીયામાંથી ઉછળી પડતાં મોત

રાજકોટ તા. ૧: સહકાર સોસાયટીમાં એક વર્ષનો ટેણીયો ઘોડીયામાંથી ઉછળી પડતાં ઇજા થતાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

સહકાર સોસાયટી-૬માં રહેતાં મિતેશભાઇ ભંડેરીના પુત્ર જેવીન (ઉ.વ.૧)ને તા.૨૭ના ઘોડીયામાં સુવડાવાયો હતો ત્યારે  અચાનક ખોયામાંથી ઉછળી પડતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ અહિ આજે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં ભકિતનગરના પીએસઆઇ એ. વી. પિપરોતર અને રામદેવસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જેવીન એક બહેનથી નાનો હતો. લાડકવાયાના મોતથી પટેલ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૧૦)

 

(4:10 pm IST)