Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

મંગળવારે નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પ

બજરંગ દળ- આરોગ્ય ભારતી દ્વારા રાધેશ્યામ ગૌશાળા ખાતે આયોજન : વ્યસન મુકિત, વાહન વ્યવહારના નિયમન, વૃક્ષારોપણ સહિતના સંસ્કાર સપ્તાહના કાર્યક્રમો

રાજકોટ,તા.૨૯: બજરંગદળ રાજકોટ અને આરોગ્ય ભારતીના સંયુકત ઉપક્રમે રાધેશ્યામ ગૌશાળા, રૈયાધાર ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન આગામી ગાંધી જયંતિ ૨- ઓકટોબરના રોજ સવારે ૧૦ થી ૧૨ સુધી રાખવામાં આવેલ છે.

જેમાં ડાયાબીટીશ અને થાઈરોઈડ : આ બંને રોગ માટે ડો.એન.જે. મેઘાણી હોમિયોપેથી દવા આપશે. આયુર્વેદ દ્વારા સર્વરોગ અને પેટના રોગોની સારવાર માટે આયુર્વેદ અધિકારી ડો.ભાનુભાઈ મેતા અને ડો.જીતેશ પાદરીયા (મેડીકલ ઓફીસર પદ્મકુંવરબા આયુર્વેદ દવાખાનું) સેવા આપશે તથા લાઈવ આયુર્વેદ ઉકાળાનું પાન કરાવશે.

જયારે સ્ત્રી રોગ માટે ડો.નીલાબેન જયેશભાઈ જાની, આયુર્વેદ દંત ચિકિત્સક ડો.જયસુખ મકવાણા, ડો.સંજય અગ્રાવાત, ડો.હાર્દિક જોબનપુત્રા અને મોનીકા ભટ્ટ વિગેરે સેવા આપશે. જેમાં આયુર્વેદની જાલંધર બંધ પદ્ધતિથી દાંત કાઢી અપાશે તથા ટોકન ભાવે દાંતની બત્રીસી પણ બનાવી આપવામાં આવશે. ફિઝીયોથેરાપી ડો.મંધારા હુડા, ચામડી અને અન્ય હઠીલા રોગો માટેઃ જીલ્લા પંચાયતના કોઠારીયા ગામના સરકારી હોમીયોપેથી દવાખાનાના મેડીકલ ઓફિસર ડો.મુકેશ કરગથરા અને આરોગ્ય ભારતીય ડો.ભાસ્કરભાઈ ભટ્ટ હોમીયોપેથીક સારવાર તેમજ પ્રવિણગીરી ગોસ્વામી (ગીરીબાપુ) ઘેરલું ઉપચાર તથા વનૌષધિ પ્રદર્શન આરોગ્ય ભારતીના ભરતભાઈ પટેલ, વિપુલભાઈ પરમાર અને ટીમ દ્વારા કેમ્પ સ્થળ પર વનઔષધિનું પ્રદર્શન રાખવામાંં આવશે.

તસ્વીરમાં હર્ષદભાઈ સરવૈયા, મનોજભાઈ કદમ, રાઘાણી ઘનરાજભાઈ, પંચાસરા રશ્મિનભાઈ, મહાવિરસિંહ જાડેજા, જીતેશભાઈ રાઠોડ, ડો.જયુસુખભાઈ મકવાણા, ભરતભાઈ કોરાટ, પ્રવિણગીરી ગોસ્વામી, જીતેન્દ્રભાઈ સોલંકી, હિતેશભાઈ બોરીચા નજરે પડે છે.

(4:07 pm IST)