Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

બ્રહ્મસમાજના રાસોત્સવમાં ઈનામોની વણઝાર

બ્રહ્મસંગમ દ્વારા ઈન્દ્રનિલભાઈ રાજયગુરૂના માર્ગદર્શનમાં આયોજન

રાજકોટ,તા.૧: અહિંના યુનિ.રોડ ઉપર ગંગોત્રી પાર્ક અને કિડની હોસ્પિટલ પાસે બ્રહ્મ પરિવારો માટે બ્રહ્મસંગમ સંસ્થા દ્વારા રાજકોટમાં બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્સવ ૨૦૧૮નું આગામી તા.૧૦ થી ૧૮ સુધી આયોજન કરવામાં આવ્યું છે.

આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે દાતાઓના સહયોગથી ઉપસ્થિત મહાનુભવો હસ્તે દરરોજ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ, વેલકિડ્સ, વિવિધ વયજૂથના ઉત્કૃષ્ટ રમતા ખેલૈયાઓને ઈનામ તેમજ બ્રહ્મસંગમ મહિલા પાંખના બહેનો દ્વારા વેલઆરતી, ટેટુ, ચાંદલો, ગરબા સુશોભન, દાંડયા શણગાર વિગેરે પ્રકારના ૧૭ જેટલા ઈનામો ૧ થી ૩માં આવતા વિજેતાઓને આપવામાં આવે છે. કપલ પાસ માત્ર રૂ.૭૦૦ અને દૈનિક રમવાનો પાસ પણ ટોકન દરે.

આ માટે નિયત ફોર્મ મેળવીને ભરીને પરત માટે બ્રહ્મસંગમ  સંસ્થાના કાર્યાલય, 'સ્પેસ કોમ્લેક્ષ' (બીજો માળ), ૨૧/૨૨ (કોર્નર), ન્યુજાગનાથ એપાર્ટમેન્ટ, મહાકાળી મંદિર રોડ, 'રોયલકેશર' એપાર્ટમેન્ટ સામે, રાજકોટ- (ફોન- ૦૨૮૧- ૨૪૬૩૨૪૭) ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

કાર્યક્રમને સફળ બનાવવા મહિલા પાંખના તૃપ્તિબેન જોશી, હર્ષાબેન જોશી, રીટાબેન લખલાણી, કિંજલબેન, જસીબેન કલ્યાણી, અલ્કાબેન જોશી, ચેતનાબેન દવે, માધવીબેન રાજયગુરૂ, બંસરીબેન વ્યાસ અને મહેન્દ્ર, ભરત જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:00 pm IST)