Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ગણિત વિજ્ઞાન પ્રદર્શન સંપન્નઃ ૨૧૬ બાળ વૈજ્ઞાનિકોએ જીવન ઉપયોગી મોડેલ્સ રજુ કર્યા

રાજકોટ : જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ડાયેટ રાજકોટ દ્વારાઆયોજીત બેદિવસીય શહેર કક્ષાના વિજ્ઞાન-ગણીત પ્રદર્શન ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું હતું જીવનના પડકારો માટે વૈજ્ઞાનિક ઉપાયો અન્વયે ૨૧૬ બાળ વૈજ્ઞાનિકોએ કોૈશલ્યવર્ધક વર્કિગ મોડેલ્સ રજૂ કરીને સર્વેને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. ૧૦૦૦૦ થી વધુ છાત્રોએ પ્રદર્શન નીહાળી પ્રેરણા મેળવી હતી. સમાપન સમારોહમાં ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ વસોયા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વા. ચેરમેન અલ્કાબેન કામદાર, શિક્ષણ સમિતિ સદ્સ્ય ધિરજભાઇ મુંગરા, ભાવેશભાઇ દેથરિયા, ભારતીબેન રાવલ,મુકેશભાઇ મહેતા, શાસનાધિકારી ડી.બી.પંડયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને બાળવૈજ્ઞાનિકોને સર્ટીફીકેટ અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા. સર્વ મહેમાનોને વિજ્ઞાનની પુસ્તિકા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાપન કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત વા. ચેરમેન અલ્કાબેન કામદારે, તથા પ્રદર્શન વિષયક વિવિધ માહિતી શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરેે આપી હતી. ગણિત વિજ્ઞાન શિક્ષકો બાળ છૈજ્ઞાનિકોએપોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. જેમાં શાળા નં.૪૪ નાઘો. ૭ ના વિદ્યાર્થી ક્ષિતિજ જે. ગોંડાએ મંત્ર મુગ્ધ વકતવ્ય રજુકર્યુ હતું પ્રદર્શનના ખાનગી શાળાની ૩૧ સરકારી શાળાની ૭૭ મળીકુલ૧૦૮ કૃતિઓમાં ૨૧૬ બાળ વૈજ્ઞાનિકો, ૧૦૮ ગણિત વિજ્ઞાન શિક્ષકો ઉત્સાહભેર જોડાઇને પ્રદર્શનને સફળ  બનાવ્યું હતું. સમગ્ર આયોજન ને સફળ બનાવવા કે.નિ. ડી.એન. ભુવાત્રા, પૂર્વીબેન ઉચાટ, તથા યુ.આર.સી. શૈલેષભાઇ ભટ્ટ, સંજયભાઇ ચાવડા તથા દિપકભાઇ સાગઠીયા તથા તમામ સી.આર.સી તથા વિવિધ સમિતિના કમીટી મેમ્બરો તેમજ શિક્ષણ સમિતિ કચેરી સ્ટાફ તથા એસ.એસ.એ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. (૩.૧૪)  

(3:47 pm IST)