Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

જામનગરના ભરતસિંહ જાડેજા પર રાજકોટ મુંજકા ચોકડી પાસે હુમલો

ગાળો બોલતાં શખ્સોને સમજાવતાં તૂટી પડ્યા

રાજકોટ તા. ૧: જામનગર મેહુલ પાર્કમાં રહેતાં ભરતસિંહ ભીખુભા જાડેજા (ઉ.૨૮) રવિવારે રાજકોટ મિત્રને મળવા આવ્યા હોઇ રાત્રે અગિયારેક વાગ્યે મુંજકા ચોકડી પાસે ધ શોલે નામની હોટેલ પાસે ઉભા હતાં ત્યારે કેટલાક શખ્સો ગાળાગાળી કરતાં હોઇ તેને સમજાવવા જતાં અને ગાળો નહિ બોલવાનું કહેતાં આ શખ્સોએ હુમલો કરી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. જો કે ભરતસિંહે આ બારામાં ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કર્યો હતો અને હોસ્પિટલમાંથી રજા લઇ લીધી હતી.

(3:44 pm IST)