Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

કોર્પોરશનમાં હવે આવી કરકસરની મોસમ...

મેરેથોન બાદ હવે દિવાળી કાર્નિવલ પણ કેન્સલ

આ વર્ષે ૪૦ લાખ ખર્ચવા પરવડે તેમ નથી : મોટા પ્રોજેકટો પુરા કરવામાં ધ્યાન અપાશે : બંછાનીધી પાનીની જાહેરાત

રાજકોટ,તા. ૧ :  મ્યુ. કોર્પોરેશનને હવે ઉત્સવો ઉજવવા પરવડે તેમ નહીં હોવાની અગાઉ મેરેથોન દોડ નહીં યોજવાની જાહેરાત કર્યા બાદ આ વર્ષે હવે ''દિવાળી કાર્નિવલ'' ઉપર પણ બ્રેક લગાવી દેવાઇ છે તેમ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જાહેર કર્યુ છે.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે ગત વર્ષથી જ દિવાળી કાર્નિવલ યોજવાનો પ્રારંભ કરાયો હતો. ગત વર્ષ દિવાળી કાર્નિવલમાં રેસકોર્ષ સંકુલ, રીંગ રોડ વગરેમાં રોશનીનો શણગાર, રંગોળી સ્પર્ધા, સંગીત સંધ્યા સહિતનાં આયોજનો પાછળ રૂ. ૪૦ લાખ જેટલો ખર્ચ થઇ ગયો હતો.  તેમ પાનીએ આ તકે ઉમેર્યુ હતું કે આ વર્ષે ૪૦ લાખ જેટલો ખર્ચ કરવો પરવડે તેમ નથી કેમ કે શહેરમાં બે મોટા બ્રીજ અને નવા ફલાય ઓવર બ્રીજ સહીત અનેક મોટા પ્રોજેકટો હાથ ધરાયા છ. ત્યારે હવે મ્યુ. તે કોર્પોરેશનનાં અધિકારીઓ આવા ઉત્સવોને બદલે પ્રજા માટે લોકભોગ્ય એવા મોટા પ્રોજેકટો વહેલી તકે સમયસર પુર્ણ થાય તે માટે ધ્યાન આપી અને વ્હેલી તકે આવા પ્રોજેકટોનાં લોકાર્પણ માટે પ્રયત્નશીલ રહેશે માટે આ વર્ષે દિવાળી કાર્નીવલ નહી યોજી શકાય.

(2:57 pm IST)