Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કવોરન્ટાઇનનો ભંગ કરી આટાફેરા કરવા નીકળી ગયેલા ૯ સામે ગુનો નોંધાયો

પાંચ વેપારી, વાહન ચાલકો પણ નિયમ ભંગ બદલ પકડાયા

રાજકોટ,તા. ૧: કોરોના મહામારી અંતર્ગત પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનું પાલન કરાવવા માટે સક્રિય કામગીરી કરી રહી છે. ત્યારે ગઇ કાલે અલગ અલગ વિસ્તારમાં પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાંથી બહાર નીકળી આટા ફેરા કરવા નીકળેલા નવ અને મોટી રાત્રે પાનના ગલ્લા અને ચાની હોટલ તથા કરિયાણાની દુકાન ખુલ્લી રાખનારા વેપારીઓ અને વાહન ચાલકો સહિત પાંચને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

આજીડેમ પોલીસે કન્ટેઇનમેન્ટઝોન કોઠારિયા રોડ રણુજ સોસાયટીમાંથી જશવંત હંસરાજભાઇ પીઠડીયા, હીરેન જશવંત પીઠડીયા, તથા માલવીયાનગર પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન મવડી શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૭માંથી કાના રમેશભાઇ ગુજરાતી, તથા ગોંડલ રોડ પી એન.ટી.કોલોની પાછળ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયા પાસે ખેતલાઆપા ટી સ્ટોલ પાન પાર્લર નામની દુકાન પાસે ગ્રાહકો એકઠા કરનાર રવિ જગાભાઇ વકાતર, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રોયલ પાન નામની દુકાન જેન્તીભાઇ પાડલીયા, મવડી રોડ શિવ શકિત કોમ્પ્લેક્ષમાં મોમાઇ પાન નામનની દુકાન ખુલ્લી રાખનાર પીઠા હરદાસભાઇ ખાંભલા કન્ટેઇન મેન્ટ ઝોન અમીન માર્ગ પર ત્રીસા બંગલોઝ બ્લોક નં. ૩૧ પાસેથી વિપુલ રમેશભાઇ ઉંઘાડ તથા પ્રનગર પોલીસે જામટાવર ચોક પાસેથી રીક્ષામાં વધુ મુસાફરો બેસાડી નીકળનાર ચાલક હરેશ નાજાભાઇ કમાણી, ચૌધરી હાઇસ્કુલ સામે રાજ પેલેસ કોલ્ડ્રીકસ નામની દુકાન રાત્રે ખુલ્લી રાખનાર રાકેશ રમણીકભાઇ ભાખર, તથા ગાંધીગ્રામ પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન નાણાવટી ચોક પાસે સત્યનારાયણ પાર્ક શેરી નં.૪ માંથી જતીન ધીરજલાલભાઇ મહેતા, જામનગર રોડ બજરંગ વાડી પોલીસ ચોકી સામેથી સેન્ટ્રો કારમાં ચાર પેસેન્જર બેસાડી નીકળેલા કાળુ જુમાભાઇ રાઠોડ, કન્ટેઇન મેન્ટ ઝોન રૈયા રોડ હનુમાન મઢી તીરૂપતિનગર શેરી નં. ૨માં દાસ ડીપાર્ટમેન્ટ નામની કરિયાણાની દુકાન ખુલ્લી રાખનાર યશ રજનીભાઇ શાહ, તથા તાલુકા પોલીસે શાસ્ત્રીનગર અજમેરા સી.-૯માં રહેતા બકુલ નંદલાલભાઇ કામદાર અને ચાર્મીબેન કામદારને કોરોના પોઝીટીવ આવતા બંનેને હોમ કોરોન્ટાઇન કરેલ હોય  છતાં બંને બહાર નીકળી જતા બંને સામે કાર્યવાહી કરાઇ છે. તથા યુનિવર્સિટી પોલીસે કન્ટેઇન મેન્ટ ઝોન પંચાયતનગર પાસે અલંકાર એપાર્ટમેન્ટ મહાલક્ષ્મીનગર પાસેથી બીરજુ રજનીકાંતભાઇ હુડકા, સંતોષ પાર્ક પાસે શ્રી લક્ષ્મી રેસીડેન્સી ઓસ્કાર રેસીડેન્સી પાસેતી ધર્મેશ હર્ષદભાઇ પંડ્યા અને પુષ્કર ધામ મેઇન રોડ પર પુષ્કર ધામ ગેઇટ પાસે કિષ્ના ડીલકસ પાન નામની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર મોહીત ભીખાભાઇ મકવાણાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:41 pm IST)