Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વિજયભાઇને સારા સ્વાસ્થ્ય અને દિર્ઘાયુની શુભેચ્છા પાઠવતા ભંડેરી-ભારદ્વાજ-મિરાણી

રાજકોટ તા. ૧ : સંવેદનશીલ ભાજપ સરકારનું નેતૃત્વ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો કાલે જન્મ દિવસ છે. ત્યારે ૬૪ માં જન્મદિને મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે સારા સ્વાસ્થ્ય અને દિર્ઘાયુની શુભેચ્છા પાઠવી છે.

કોરોના કાળમાં પણ પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર સતત કાર્યશીલ રહીને કોરોના વોરીયર્સની ભુમિકા અદા કરનાર વિજયભાઇ રૂપાણી લોકહિતના કાર્યો થકી ગુજરાતને વિકાસની દિશામાં અગ્રેસર રાખે તેવી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે શુભેચ્છા પાઠવી છે.

(3:42 pm IST)