Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

શહેરમાં આજે કોવીશિલ્ડનો અઢી હજાર ડોઝનો જથ્થો આવ્યો

ગઇકાલ સાંજે ૬ હજાર ડોઝ આવ્યા હતાઃ સાંજ સુધીમાં વધુ વેકસીનનો જથ્થો ઉપલબ્ધ નહિ થાય તો ફરી રસીકરણ કેન્દ્ર પર અલીગઢી તાળા લાગશે

રાજકોટ,તા.૧:  અઠવાડિયાથી વેકિસનની અછત સર્જાતા છેલ્લા ત્રણ-ચાર દિવસથી રસીકરણ કેન્દ્રો પર ધમાલ - માથાકુટના દ્રશ્યો રોજિંદા બન્યા હતા. પરંતુ શહેરમાં છેલ્લા બે દિવસથી ૩૦ સ્થળો પર વેકસિન આપવામાં આવી રહી છે. ગઇકાલે ૬ હજાર તથા આજ સવારે અઢી હજાર ડોઝ ફાળવવામાં આવતા આજે થોડી રાહત થવા પામી હતી. જો ગઇકાલ માટે આજ સાંજ સુેધીમાં વેકસીનનો જથ્થો ફાળવવામાં નહિ આવે તો કાલે ફરી રસીકરણ કેન્દ્રમાં અલીગઢી તાળા લગાવાની સ્થિતી સર્જાશે.

 બપોર સુધીમાં ૩૭૪૩ નાગરીકોએ રસી લીધી

શહેરમાં આજે બપોરે ૧ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ થી ૪૪ વર્ષનાં કુલ ૨૩૪૬ અને ૪૫ વર્ષથી મોટી ઉંમરનાં કુલ ૧૩૯૭ સહિત કુલ ૩૭૪૩ નાગરિકોએ રસી લીધી હતી.

(4:00 pm IST)