Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

વિજયનગરમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો : પત્તા ટીંચતા પાંચ પકડાયા

ભકિતનગર પોલીસનો દરોડો : મકાન માલીક મહિલા સહિત પાંચની ધરપકડ

રાજકોટ,તા. ૧ : કોઠારિયા રોડ પર વિજયનગરમાં મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર ભકિતનગર પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.મળતી વિગત મુજબ કોઠારિયા મેઇન રોડ પર વિજયનગર શેરી નં. ૨માં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. મનરૂપગીરી ગૌસ્વામી તથા કોન્સ. મૈસુરભાઇ કુંભારવાડીયાને બાતમી મળતા વિજયનગર શેરી નં. ૨માં ભાવનાબેન ઇશ્વરભાઇ રાજપરાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક ભાવનાબેન રાજપરા તથા કોઠારિયા રોડ આશાપુરા સોસાયટી શેરી નં. ૧૬ના જીતુ જયંતિભાઇ લીબાસીયા કોઠારીયા ચોકડી પાસે તિરૂપતી સોસાયટી શેરી નં. ૧૦ના દિલીપ બચુભાઇ સુરેલા કોઠારિયા ગામ માધવ રેસીડેન્સી શેરી નં. ૧ના જાદવ જીવરામભાઇ દવે અને શિવધામ સોસાયટી શેરી નં. ૨ના દેવજી પોપટભાઇ મકવાણાને પકડી લઇ રૂ. ૮૨૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ આર.જે.કામળીયા, એ.એસ.આઇ ફીરોજભાઇ, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી, કોન્સ. મૌસુરભાઇ વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, મનિષભાઇ, ભાવેશભાઇ,રણજીતસિંહ તથા રાજેશભાઇ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.

(3:09 pm IST)