Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

બામણબોર પાસે કારખાનાની ઓરડીમાં મોનુ સાદુનો ગળાફાંસો ખાઇ આપઘાત

બે દિવસ પહેલા જ એમ.પી.થી આવ્યો'તોઃ આર્થીક ભીંસથી કંટાળી પગલુ ભર્યાનું ખુલ્યુ

રાજકોટ તા.૧ : કુવાડવા રોડ બામણબોર પાસે આવેલા કારખાનાની ઓરડીમાં એમ.પી.ના યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

મળતી વિગત મુજબ બામણબોર જી.આઇ.ડી.સી.માં આવેલ ગુજએલોય  નામના કારખાનાની ઓરડીમાં મધ્યપ્રદેશના પટ્ટણી જીલ્લાના બોકરીવીંદ ગામના મોનુ વિશાલકુમાર સાદુ (ઉ.૩૦) એ લોખંડના એંગલમાં કપડુ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બાજુની ઓરડીમાં રહેતા મજુરે યુવાનની લટકતી હાલતમાં જોઇ જતા દેકારો મચાવતા અન્ય મજુરો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએજાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા એરપોર્ટ પોલીસ મથકના હેડ કોન્સ હેંમતભાઇ તળાવીયા તથા રાઇટર મહેશભાઇ અનેયુવરાજસિંહએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક મોનુ સાદુ ત્રણભાઇમાં મોટો હતો.તેના પિતા અપંગ હોઇ, ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તે ત્રણ દિવસ પહેલાજ બામણબોર જીઆઇડીસીના કારખાનામાંં મજુરી કામ કરવા માટે આવ્યો હતો. તેણે આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

(3:08 pm IST)