Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

માતાએ રાતે રખડવાની ના પાડતાં વિપુલ ઝાપડીયાએ ઝેર પી લીધું

જંગલેશ્વર રાધાકૃષ્ણ સોસાયટીનો યુવાન સારવારમાં

રાજકોટ તા. ૧: જંગલેશ્વર રાધાકૃષ્ણ સોસાયટી-૧૪માં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં વિપુલ વિઠ્ઠલભાઇ ઝાપડીયા (ઉ.વ.૨૨)એ રાત્રે ઝેરી પ્રવાહી પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

વિપુલ બે ભાઇ અને બે બહેનમાં નાનો છે. રાતે તે રખડવા જતો હોઇ માતા ચંપાબેને મોડી રાતે બહાર ન જવાય તેમ કહી ઠપકો આપતાં માઠુ લાગતાં આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

(12:53 pm IST)