Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

સ્વીમીંગની રમત સ્પોર્ટ્સમેન સ્પીરીટ સાથે સારા નાગરિક બનવા પ્રેરે છેઃ વિજયભાઈ

નેશનલ લેવલની ૫ દિવસયી સ્વીમીંગ કોમ્પીટીશન સફળતાપૂર્વક સંપન્નઃ મુખ્યમંત્રીના હસ્તે વિજેતાઓને ઈનામો એનાયત

રાજકોટઃ શ્રી સરદાર વલ્ભ્ભભાઈ પટેલ સ્નાનાગાર (સિન્દુરિયા ખાણ) ખાતે ૩૬મી ગ્લેનમાર્ક જુનિયર તથા ૪૬મી ગ્લેનમાર્ક સબ જુનિયર સ્વીમીંગ કોમ્પીટીશનના   પૂર્ણાહુતી દિવસે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરી પ્રોત્સાહીત કર્યા હતા. આ સાથે તેમને પોતાના ઉદબોધનમા જણાવ્યું હતું કે સ્વીમીંગ એક માત્ર એવી ગેમ છે કે જેમાં પાણીની શીતળતા સાથે શારીરિક સૌષ્ઠવ બને છે. આ રમત સ્પોર્ટ્સમેન સ્પીરીટ સાથે દેશના એક સારા નાગરિક બનવા માટે પ્રેરણા આપે છે આપણા યુવા ખેલાડીઓએ ખુબ સુંદર પ્રદર્શન કર્યું છે અને નવો રેકોર્ડ બનાવી આર્યન નહેરા તથા અન્ય ખેલાડીઓએ ગુજરાતનું નામ નેશનલ લેવલે રોશન કર્યું છે. આજની આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓ આગામી સમયમાં આપણા રાષ્ટ્રનું પ્રતિનીધીત્વ કરનાર છે જે ખુબ આનંદની વાત છે અને રાજકોટ આ ઇવેન્ટનું યજમાન બની એક માધ્યમ તરીકે ઉભર્યું છે ત્યારે આયોજકો અભિનંદનને પાત્ર છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ રમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવા ખુબ પ્રયત્નશીલ છે સરકાર શકિતદૂત નામક યોજના હેઠળ સારા ખેલાડીઓને પ્રોત્સાહીત કરવાનું જે કાર્ય કરી રહી છે તેનો લાભ અનેક ખેલાડીઓ સુધી પહોચ્યો છે અંતમા શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ફાઈનલમાં વિજેતા થનારને મેડલ થી નવાજવામાં આવ્યા હતા અને આ ઇવેન્ટના આયોજન બદલ RDSA ના પ્રેસિડેન્ટ શ્રી ઉમેશભાઈ રાજયગુરૂ, ચેરમેન શ્રી ડી.વી.મહેતા, સહિતના આયોજકોને બિરદાવ્યા હતા.

આ પૂર્ણાહુતી કાર્યક્રમમાં શ્રી વિજયભાઈ રૂપાણી, એસ.એફ.આઈ. સેક્રેટરી મોનલ ચોકસી, કલેકટર શ્રી ગુપ્તા, પો. કમિશનર શ્રી અગ્રવાલ, મ્યુ. કમિશનર શ્રી પાની, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી અંજલીબેન રૂપાણી, ધારાસભ્યો શ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત એકવેટીક એશો. સેક્રેટરી વીરેન્દ્ર નાણાવટી, એસ.એફ.આઈ. ઉપપ્રમુખ કમલેશ નાણાવટી, સહીતના મહાનુભાવોએ પ્રેરક હાજરી આપી હતી. આ સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવા માટે RDSAના પ્રેસિડેન્ટ શ્રી ઉમેશભાઈ રાજયગુરુ, શ્રી પ્રકાશભાઈ કલોલા, શ્રી દિનેશભાઈ હાપાણી, કોચશ્રી બંકિમભાઈ જોષી, શ્રી નિમિષભાઈ ભારદ્વાજ, શ્રી અમિતભાઈ સોરઠીયા, જીનીયસ ગ્રુપના શ્રી ડી.વી.મહેતા, શ્રી વિક્રમસિંહ રાણા, શ્રી ડિમ્પલ મહેતા, મનીન્દરકૌર કેશપ, શ્રી દિવ્યેશભાઈ ખુંટ, સહીતના એ ખુબ જહેમત ઉઠાવી હતી.

(4:20 pm IST)