Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

કવિ નર્મદ પ્રા. શાળામાં કલાસરૂમ વધશેઃ ૭૮.૫૮ લાખના ખર્ચે પ્રથમ માળનું બાંધકામ

વોર્ડ નં.૧૪ના કોર્પોરેટરોના પ્રયત્ન સફળઃ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર

રાજકોટ, તા.૧: શહેરના વોર્ડ નં.૧૪માં આવેલ કવિ નર્મદ પ્રા.શાળા નં.૭૯માં ૭૫.૫૮ લાખના ખર્ચ પ્રથમ માળનું બાંધકામ મંજુર આજની સ્ટ.માં કરવામાં આવ્યું છે. વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર ઉદયભાઇ કાનગડ, ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, કિરણબેન સોરઠીયા તથા વર્ષાબેન રાણપરા સહિતના કોર્પોરેટરોના પ્રયત્નો સફળ થયા છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મહાનગરપાલિકાનાં શાસકો દ્વારા 'સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે' શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ કાર્યોના એક ભાગરૂપે વોર્ડ નં.૧૪ માં આવેલ કવિ નર્મદ પ્રાથમિક શાળામાં શિક્ષણ માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવા માટે શાળા નં.૭૯માં પ્રથમ માળનું બાંધકામ સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરાવતા વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા દ્વારા કરાવવામાં આવેલ. આ કામ અંતર્ગત પ્રથમ માળે છ કલાસરૂમ, પ્રાર્થનાખંડ, સીડીરૂમ, કુમાર તથા કન્યા માટે અલગ અલગ ટોઇલેટ બ્લોકનું કુલ ૮૫૦૦ ચોરસફૂટનું બાંધકામ તથા ગ્રાઉન્ડ ફ્લોર ખાતે આવેલ હયાત ટોઇલેટ બ્લોકનું રીપેરીંગ કામ કરવામાં આવશે. આ કામે કુલ ૭૮,૫૮,૮૦૦/નું  ખર્ચ આજની સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

(3:56 pm IST)