Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

કિશાનપરા ચોકમાંથી મંથન પરમાર ચોરાઉ બાઇક સાથે પકડાયો

એક વર્ષ પહેલા પોતાનુ બાઇક ચોરાઇ જતા બીજાનું બાઇક ઉઠાવ્યુ

રાજકોટ તા. ૧ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર અજયકુમાર ચૌધરીની સુચનાથી એ ડીવીઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ.વી.જે. ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સાખરા, એએસઆઇ ભરતસિંહ ગોહીલ, હેડ કોન્સ ઇન્દ્રસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, ડી.ડી.જાડેજા, અશોકભાઇ ડાંગર, નરેશભાઇ, મેરૂભાઇ તથા હાર્દિકસિંહ પરમાર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. અશોકભાઇ ડાંગર તથા નરેશભાઇ ઝાલાને મળેલી બાતમીના આધારે કિશાનપરા ચોકમાંથી મંથન પ્રકાશભાઇ પરમાર (ઉ.ર૮) (રહે. અયોધ્યાપુરી ચોક વૃંદાવન એપાર્ટમેન્ટ મુળ વાણાકબોરી ગામ જી.મહિ સાગર)ને જી.જે. ૩ સીબી રપપ૦ નંબરના ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો પોલીસે તેની પુછપરછ કરતા પોતાનું એક વર્ષ પહેલા બાઇક ચોરાયું હતું. ત્યારે પોતે દોઢસો ફુટ રીંગ રોડ પર રાજબેંક પાસેથી આ બાઇક ચોર્યાની કબુલાત આપી હતી.

(3:53 pm IST)