Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

નાકરાવાડીમાંથી બોલેરોમાં ભંગાર ચોરી વેંચવા નિકળેલા ત્રણ શખ્સો ઝડપાયા

કુવાડવા પોલીસે રાજેશ સરવૈયા, સુરેશ સાકરીયા અને પંકજ પ્રબતાણીને દબોચ્યો

રાજકોટ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એમ.આર. પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.કે. ઝાલ, હેડ કોન્સ. બી.ડી. ભરવાડ, એચ.એમ. પરમાર, અજીતભાઇ, દિલીપભાઇ, રામજેશભાઇ, હરેશભાઇ તથા વિક્રમસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે વિક્રમસિંહને મળેલી બાતમીના આધારે કુવાડવાના સોખડા રોડ પરથી જીજે-૩-એકસ-૭૨૯૫ નંબરની બોલેરો રોકી તલાશી લેતા રૂા ૧૨૦૦૦ ની કિંમતનો ૪૦૦ કિલો લોખંડનો ચોરાઉ ભંગાર મળી આવતા પોલીસે સોખડા ગામનો રાજેશ કાળુભાઇ સરવૈયા (ઉ.વ.૨૯), સુરેશ પે્રમજીભાઇ સાકરીયા (ઉ.વ.૨૩) અને પંકજ નાનુભાઇ પ્રબતાણી (ઉ.વ.૨૩) ને પકડી લીધા હતા. ત્રણેયની પુછપરછ કરતા આ લોખંડનો ભંગાર નાકરવાડીના ગાર્બેજ સ્ટેશનમાંથી ચોરી કરી વેંચવા જતા હોવાનું જણાવ્યું હતું.

(11:58 am IST)