Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

વેપાર ઉદ્યોગને બેઠા કરવા લોકડાઉનમાં છુટછાટ આપો : એન્જી. એસો. દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

સવારે ૮ થી રાત્રીના ૮ સુધી દુકાનો ખોલવા અને રાત્રી કર્ફયુ સદંતર ઉઠાવી લેવા માંગ

રાજકોટ તા. ૧ : કોવોવિડ-૧૯ મહામારીને નિયંત્રિત કરવા સરકારે ત્વરીત લીધેલા પગલા સરાહનીય હોવાનું જણાવી હવે સંક્રમણ ઘટી ગયુ હોય વેપાર ઉદ્યોગોને લોકડાઉનમાં વધુ છુટછાટ આપવા રાજકોટ એન્જીનીયરીંગ એસો. દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઇ છે.

એન્જી. એસો.ના પ્રમુખ પરેશ વસાણીએ રજુઆતમાં જણાવેલ છે કે વેપાર વ્યવસાય માટે હાલ દુકાનો ખોલવાનો સમય સવારે ૯ થી બપોરના ૩ છે તે વધારી સવારે ૮ થી રાત્રીના ૮ સુધીનો કરી આપવો જોઇએ.  તેમજ હાલ કર્ફયુનો સમય પણ રાત્રે ૯ થી સવારના ૬ સુધીનો છે તેના કારણે ત્રણ પાળીમાં કામ કરતા કારીગરોને ઘરે જવામાં ખુબ મુશ્કેલી પડે છે. આ રાત્રી કર્ફુયુ હવે સદંતર ઉઠાવી લેવા તેમજ રસીકરણ ઉપર ભાર મુકી સ્પોટ રજીસ્ટ્રેશન શરૂ કરવા અંતમાં વરેશ વાસાણીએ રજુઆત કરી છે.

(3:17 pm IST)