Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

રાજકોટમાં પણ ''HCG'' ને પ્રાયવેટ રસીકરણની મંજુરી આપતા કલેકટર

ઇન્ડસ્ટ્રીયલ એસો.ને બોલાવી તેમના કામદારોને વેકસીન અપાવે તેવી અપીલ : ભાવ ૧ હજાર રૂપિયા : રાજકોટની ર૩ ગ્રાન્ટેડ ધો. ૧૧-૧ર શાળામાં ર૯ શિક્ષકોની નિમણુંક પત્ર આપતા કલેકટર : મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વરચ્યુલ કાર્યક્રમ યોજાયો : વૃધ્ધો-દિવ્યાંગો-અશકત લોકો માટે નજીકની સ્કુલ કોમ્યુ. હોલમાં વેકસિનેશન આરોગ્ય કમિશ્નરનો પરીપત્ર : કાલનું કલેકટરનું બોર્ડ બીનખેતી ઓપન હાઉસ રદ : પુરવઠાની ઝોનલ કચેરીઓ હજુ નહિ ખૂલે : સિવિલમાં મ્યુકરના નવા વધુ ૧૧ કેસ : ૧૮ ઓપરેશન કોરોનામાં રાજકોટ મુકાયેલ બે વરિષ્ઠ અધીકારી મેહુલ દવે- જશવંત જોગોડાનો સમય પુરો થતા રાજકોટથી લીવ કરાયા

આજે શિક્ષકોને ઓર્ડર આપવાના વરચ્યુલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સંબોધન કરતા તથા રાજકોટ ખાતે કલેકટરશ્રી અને અન્ય અધીકારીઓએ ૧૬ શિક્ષકોને નિમણુંક ઓર્ડર આપ્યા તે નજરે પડે છે.

રાજકોટ, તા. ૧ : એડીશનલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે ગઇકાલે આરોગ્ય સચિવની વીસી યોજાઇ હતી, અને તેમાં આપણા રાજકોટ જીલ્લામાં ૪પ થી વધુ ઉંમરના હજારો લોકોને રસીકરણ બાકી હોય તે ઝડપી બનાવવા અંગે ખાસ સુચના અપાઇ છે. શ્રી પરિમલ પંડયાએ ઉમેર્યુ હતું કે અમદાવાદની જેમ હવે રાજકોટમાં પણ પ્રાયવેટ હોસ્પીટલને રસીકરણ માટે મંજૂરી અપાઇ છે, સરકારની સીધી સુચના બાદ રાજકોટમાં ૧પ૦ ફુટ રોડ ઉપર આવેલ ખાનગી 'એચસીજી' હોસ્પિટલને રસીકરણ માટે કલેકટરશ્રીએ મંજૂરી આપી છે, તેઓ આજથી રસીકરણ કરશે, તેમણે જણાવેલ કે ભાવ લગભગ અમદાવાદની જેમ ૧ હજાર રૂપિયા રહેશે.

એડીશ્નલ કલેકટરે ઉમેર્યુ હતું કે ઉપરોકત હોસ્પીટલમાં રસીકરણ અંગે અમે ઇન્ડસ્ટ્રીયલ એસો.ના હોદેદારોને બોલાવી તેમના કામદારોનું ઝડપથી રસી અપાય તેવી અપીલ કરી રહ્યા છીએ, આ માટે આજે ઇન્ઙ એસો.ના હોદેદારો સાથે મીટીંગ પણ યોજાઇ હતી, કારખાનેદારો જે તે કામદારને પોતાના  ખર્ચે એચસીજીમાં રસી અપાવશે.

શિક્ષકોની ભરતી અંગે એડીશ્નલ કલેકટરે ઉમેર્યુ હતું કે, આજે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરથી શિક્ષકોને ઓર્ડર આપતો વરચ્યુલ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ શહેર-જીલ્લાની આવી ગ્રાંટ મેળવતી ધો. ૧૧-૧ર હાયર સેકન્ડરી સ્કુલોની કુલ ર૩ સ્કુલોમાં ર૯ શિક્ષકોને કલેકટરના હસ્તે ત્રીજા માળે ઓર્ડરો અપાયા હતા, તેમાંથી આજે ૧૬ શિક્ષકો હાજર રહ્યા હતાં.

મ્યુકર માઇક્રોસીસના કેસો અંગે તેમણે  જણાવેલ કે સિવિલમાં ર૪ કલાકમાં ૧૧ કેસો આવ્યા છે, અને ૧૮ દર્દીના ઓપરેશન થયા છે, તેમણે ઉમેર્યુ હતું કે ભલે આજથી ૧૦૦ ટકા હાજરીનો નિર્ણય આવ્યો હોય પરંતુ હજુ સાવચેતી સંદર્ભે કાલનું કલેકટરનું અપીલ-મહેસુલના કેસોનું બોર્ડ, બીનખેતી ઓપન હાઉસ રદ કરાયા છે, તેમજ પુરવઠાની ચારેય ઝોનલ કચેરીઓ પણ હાલ હમણા શરૂ નહિ કરાય, ડીએસઓ દ્વારા કલેકટરશ્રીની મંજૂરી લઇ બાદમાં કાર્યવાહી થશે.

તેમણે જણાવેલ કે આરોગ્ય કમીશ્નરના પરિપત્ર મુજબ હવે દિવ્યાંગો-અશકતો-વૃધ્ધોને દૂર વેકસીનેશન સેન્ટર સુધી નહિ જવુ પડે, તેઓ જયાં રહેતા હશે તેમની બાજુમાં જ આવેલા કોમ્યુનિટી હોલ, સ્કુલોમાં તેમને વેકસીન માટે ટીમો દ્વારા લવાશે.

દરમિયાન રાજકોટમાં કોરોના સંર્દભે ખાસ અધિકારી તરીકે મુકાયેલા. કોર્પોરેશનના શ્રી મેહુલભાઇ દવે તથા કલેકટર તંત્રના ડે. કલેકટર શ્રી જશવંત જેગોડાનો સમય પુરો થતા આજે તેમને છૂટા કરાયા હતાં. 

(3:09 pm IST)