Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

હોટલ - મોલ - સીનેમા - રેસ્ટોરન્ટો - કલબ - કોચીંગ કલાસ - સ્પોર્ટસ ૮મી સુધી બંધ

રાજકોટ : મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે અનલોક-૧ માં જે સ્થળો બંધ રહેશે તેની યાદી જાહેર કરતા જણાવેલ કે, હોટલ, રેસ્ટોરન્ટો, સીનેમા, કોચીંગ કલાસ, શોપીંગ મોલ અને સ્પોર્ટસ એકટીવીટી, સ્વીમીંગ પુલ, બગીચાઓ, બાળ ક્રીડાંગણો, ઝૂ આ બધુ ૮મી જૂન સુધી બંધ રહેશે. ૮મી જૂન પછી પણ રાજ્ય સરકાર આ તમામ માટે સોશ્યલ ડીસ્ટન્સીંગ વગેરેના જે નિયમો અમલી બનાવશે તેનું ચુસ્ત પાલન કેમ કરાવવું તે અંગેની નિર્દેશિકા બનાવ્યા બાદ જ આવા સ્થળો શરૂ થાય તેવી શકયતા છે.

હોકર્સ ઝોન ચાલુ કરવા કવાયત

શ્રી અગ્રવાલે વિશેષમાં જણાવેલ કે, નાના ફેરિયા વેપારીઓ માટેના હોકર્સ ઝોન બંધ છે. આ હોકર્સ ઝોન ફરીથી શરૂ કરવા કવાયત શરૂ કરાઇ છે. જેમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ વગેરેના નિયમોનું પાલન કરાવવામાં આવશે.

(3:54 pm IST)