Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

લોકડાઉનથી અન લોકડાઉન સુધી કાયદાને ઘોળી પી જનારા અડીખમ રહ્યાઃ આજે વધુ ૨૭ની ધરપકડ

રાજકોટ, તા.૧: કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં વેપાર-ધંધા ચાલુ રાખવાની છૂટ અપાઇ છે. તેમજ સાંજે ૭ થી સવારના ૭ સુધી કફર્યુનુ પાલન પણ કરવા આદેશ કરાયો છે. ગઇકાલે લોકડાઉનથી અનલોકડાઉન સુધી કાયદાનો ભંગ કરનારા ૨૭ પોલીસની ઝપટે ચડયા હતા.

એ ડીવીઝન પોલીસે ત્રીકોણબાગ પાસે માસ્ક પહેર્યા ગર અને જાહેરમાં થૂંકનાર ચેતન કાન્તીલાલ શાહ, યોગેશ મનસુખલાલ શેઠ, તથા બી ડીવીઝન પોલીસે પેડક રોડ સર્કલ પાસેથી નૈમીષ નરોતમભાઇ મોરાડીયા, તથા થોરાળા પોલીસે ચુનારાવાડ ચોકમાંથી કફર્યુ ભંગ કરનારા ધર્મેશ મનસુખભાઇ વિઠ્ઠલપરા, જેન્તી કિશોરભાઇ ખીમાણી, તથા ભકિતનગર પોલીસે કોઠારીયા મેઇન રોડ પરથી ટુ વ્હીલરમાં ડબલ સવારી નીકળતા જતીન રાજેશભાઇ સાપરા, પંકજ કિશોરભાઇ દાવડા, નંદા હોલ પાસેથી વિરાજ શરદભાઇ જેતાણી, હરીધવા રોડ પરથી યશ નીતીનભાઇ ઠુમ્મર, તથા કુવાડવા રોડ પોલીસે સાત હનુમાન મંદિર પાસેથી દ્રવીડ અરવિંદભાઇ કોટડીયા, ધવલ શૈલેષભાઇ રૈયાણી, સુરેશ ગોવિંદભાઇ રાઠોડ, નરેન્દ્ર ભીમાભાઇ સોલંકી, સરફરાઝ સીદીકભાઇ જુણેજા, શાહબાઝ સલીમભાઇ જુણેજા, હડમતીયા બેડી રોડ પરથી કીશોરસિંહ મનહરસિંહ જાડેજા, તથા માલવીયાનગર પોલીસે મવડી મેઇન રોડ પરથી ભાવીક વિનોદરાય પુરોહીત, નિલેશ હંસરાજભાઇ પોશીયા, કાલાવડ રોડ કે.કેે.વી હોલ ચોક પાસેથી અમીત મનુભાઇ અગ્રાવત, ચંદ્રેશનગર મેઇન રોડ પરથી રૂષી દીનેશભાઇ દોઢીયા, તથા પ્રનગર પોલીસે હંસરાજનગર શેરી નં.૧માં મનીષ જનરલ સ્ટોર ખુલ્લી રાખનાર મનીષ વિનોદરાય ચાવડા, તથા ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ સત્યનારાયણનગરમાંથી શાકભાજીની રેકડી લઇને નીકળેલ ગોપાલ પરશોતમભાઇ વાળા, રૈયા રોડ સદગુરૂ કોમ્પલેક્ષ પાસેથી રેંકડી રાખી શાકભાજીનું વેચાણ કરતો. નવીન વશરામભાઇ રાફૂચા, જામનગર રોડ પરથી ચમન વીરમભાઇ મકવાણા, અશોક અમુભાઇ સોલંકી તથા યુનિવર્સિટી પોલીસે રામાપીર ચોકડી પાસેથી જીગર જીતેન્દ્રભાઇ બાંટી અને સાધુ વાસવાણી રોડ પરથી દેવાંશ નવીનચંદ્રભાઇ પટણીની ધરપકડ કરી હતી.

(2:50 pm IST)