Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ચીનુડીને ડ્રગ્સ મોકલનાર રાજસ્થાની શખ્સ જેલહવાલેઃ સુત્રધાર તરીકે બાંસવાડાના જમશેદ પઠાણનું નામ ખુલ્યું

ચીનુડી પોતાના મામા અસલમ થકી સંપર્કમં આવી'તીઃ જમશેદે પોતાની વાડીમાં મજૂરી કરતાં ભેરૈયા મારફત બૂટના તળીયામાં છુપાવીને હેરોઇન રાજકોટ મોકલ્યું હતું: એસઓજીની તપાસમાં ખુલી વિગતો

રાજકોટ તા. ૧: ભકિતનગર પોલીસે રૂખડીયાપરાના દંપતિને હેરોઇન ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ તેને આ માદક પદાર્થ આપનાર જંગલેશ્વરની સલમા ઉર્ફ ચીનુડી બસીરભાઇ સંધીને શહેર એસઓજીની ટીમે પકડી હતી. આગળની તપાસમાં આ ડ્રગ્સ ચીનુડીને રાજસ્થાનના પ્રતાપગઢ જીલ્લાના પીપલખુંતટ તાલુકાના સુરપુર ગામનો ખેત મજૂર ભેરૈયા ગોૈતમભાઇ મીણા (ઉ.૬૨) આપી ગયાનું ખુલતાં તેને દબોચી લેવાયો છે. આ વૃધ્ધ જેલહવાલે થયો છે. હેરોઇનના મુખ્ય સુત્રધાર તરીકે રાજસ્થાન પ્રતાપગઢના બાંસવાડા પાસનેા નોૈગાવાનો જમશેદ સલીમભાઇ પઠાણ મુખ્ય સપ્લાયર તરીકે સામે આવતાં એસઓજી હવે તેને દબોચવા તપાસ કરી રહી છે.

અગાઉ ચીનુડીને પકડી ત્યારે તેણે રાજસ્થાનના ભેરૈયા મીણાનું નામ આપ્યું હતું. એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની રાહબરી હેઠળ પીઆઇ આર.વાય. રાવલની સુચના મુજબ ટીમના પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડકોન્સ. ઝહીરખાન ખફીફ, કોન્સ. અનિલસિંહ ગોહિલ, અઝહરૂદ્દીન બુખારી સહિતની ટીમ રાજસ્થાન ગઇ હતી અને ત્યાંની પોલીસની મદદથી ભેરૈયા મીણાને શોધી કાઢ્યો હતો. તેણે કબુલ્યું હતું કે પોતે  બૂટના તળીયામાં છુપાવીને હેરોઇન રાજકોટ ચીનુડી સુધી પહોંચાડી ગયો હતો.

પકડાઇ ન જાય એ માટે ડ્રગ્સ છુપાવેલા બૂટ ભેરૈયો પોતે પહેરીને આવ્યો હતો. આ બૂટ ચીનુડીને આપી તેણીએ આપેલા ચપ્પલ પહેરીને તે પરત જતો રહ્યો હતો. એસઓજીની તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે ચીનુડીનો મામા અસલમ અગાઉ ફાયરીંગમાં સંડોવાતા  તે ભાગીને રાજસ્થાન બાંસવાડાના સલિમ પઠાણની વાડીમાં છુપાયો હતો. અસલમ જેલમાં ગયા બાદ ચીનુડીએ મામાના કોન્ટેકટનો લાભ લઇ સલિમ પઠાણના પુત્ર જમશેદ પઠાણ પાસેથી હેરોઇન મંગાવ્યું હતું.

જમશેદ સલિમભાઇ પઠાણ ડ્રગ્સ સપ્લાયમાં નામ ધરાવતો હોવાની માહિતી પણ મળતાં હવે તેની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં થયેલી તપાસમાં અજયભાઇ શુકલા, કૃષ્ણદેવસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, રણછોડભાઇ આલ, ગિરીરાજસિંહ જાડેજા, મહિલા કોન્સ. સોનાબેન મુળીયા પણ તપાસમાં જોડાયા હતાં. (૧૪.૭)

(1:06 pm IST)