Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

રાજકોટના વોર્ડ નં.૧૦માં આવેલ ગુજરાત ગ્રામગૃહ નિર્માણના ક્વાર્ટરમાં છતમાંથી મોટુ પોપડુ પડતા સહેજ માં જાનહાની ટળી: પ્રૌઢાને મુંઢ માર

ઘટનાની જાણ થતા જ સ્થળ પર પહોંચ્યા કોર્પોરેટર મનસુખ કાલરીયા.

રાજકોટ: શહેરનાં  વોર્ડ નં.૧૦માં ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુજરાત ગ્રામગૃહ નિર્માણના ક્વાર્ટરમાં છત માંથી મોટુ પોપડુ પડતા સદનસીબે સહેજ માં જાનહાની ટળી હતી.પરંતુ ઘરના એક પ્રૌઢાને મુંઢ ઈજાઓ પહોંચી હતી.
    ઘટનાની જાણ થતા આ વોર્ડ ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા તુરંત જ સ્થળ ઉપર પહોંચી અસરગ્રસ્ત ઘરની મુલાકાત લઇને વિગતો જાણી હતી.
   ૩૦ વર્ષ અગાઉ બનેલા આ ક્વાર્ટસ હાલ ખુબ જ જર્જરીત થઈ ગયા છે. સીડીઓ, દિવાલો, છત વગેરે માંથી પ્લાસ્ટર ઉખડી ગયેલ છે. વરસાદ,વાવાઝોડા કે નાનાસુના ધરતીકંપના આંચકાથી પણ આ બિલ્ડીંગો તૂટી પડે અને મોટી જાનહાનિની પુરી શક્યતાઓ છે.
    ગત વર્ષે ભારે વરસાદમાં વૃન્દાવન મેઇનરોડ ઉપર ના વામ્બે આવાસની વોંકળા બાજુની દિવાલ ધસી પડી ત્યારે પણ મારી રજુઆતથી તત્કાલીન મ્યુ.કમિશ્નરશ્રીએ સ્થળ પર રૂબરુ મુલાકાત  લીધેલ.ત્યારે આવા બધા જ જર્જરીત આવાસો અંગે રજુઆત કરેલ પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.
  મનપાએ તથા સરકારશ્રીએ આવા જર્જરીત આવાસોને વહેલી તકે રીપેર કરવા જોઇએ, રીપેર ન થાય ત્યાં સુધી વેરા માફ કરવા જોઇએ.
   ગઈ કાલની આ ઘટના પછી સહાનુ ભુતિ કે સલામતિ અંગે કંઇ કરવાના બદલે મનપા દ્વારા આજે ચેતવણીની નોટીશો ચોટાડીને લોકોને ભગવાન ભરોસે છોડી દીધાનો આક્ષેપ મનસુખભાઇ કાલરીયાએ કર્યો છે.

(9:08 pm IST)