Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

ઋષભ વાટીકા લાઇવ સંગીત કાર્યક્રમના સૂરોથી ઝંકૃત થઇ ઉઠી

રાજકોટ : કલાપ્રેમીઓને કલાની ઓળખ કરાવવા સંવેદના ગ્રુપનો સંગીતમય લાઇવ સ્ટેજ કાર્યક્રમ રૂષભ વાટીકા (સી.એન. ફાર્મ) ખાતે યોજાયો હતો. જેમાં પાંચ પાંચ વિશારદ ગાયીકાઓએ નવા જુના હિન્દી ફિલ્મી ગીતો રજુ કરી શ્રોતાઓને ઝુમાવી દીધા હતા. 'ઉમંગ' શીર્ષકતળે યોજાયેલ સંવેદના સભર આ નોન પ્રોફેશ્નલ કાર્યક્રમનું સમગ્ર સંકલન મધુકરભાઇ મહેતાએ અને સંચાલન હિરલબેન મહેતાએ સંભાળ્યુ હતુ. કાર્યક્રમમાં સ્ટેજ ઉપર મધુકરભાઇ મહેતા, ભાવેશભાઇ કકકડ, હિતેષભાઇ અનડકટ, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઇ શેઠ, કિશોરભાઇ મંગલાણી, વિભાબેન દવે, ખુશ્બુબેન દવે, રિષીકા શેઠ, દેવાંગીબેન જાની, ચાર્મીબેન આચાર્યએ યાદગાર ગીતોની પેશકશ કરી હીતી. રૂષભ વાટીકાનો શ્રોતાઓથી છલોછલ બની ગયેલ ડોમ સતત તાળીઓના ગડગડાટથી ગુંજતો રહ્યો હતો. વન્સ મોર વન્સ મોરના નારા લાગતા રહેલ. અહીં તસ્વીરમાં કાર્યક્રમની ઝલક જોઇ શકાય છે.

(4:22 pm IST)