Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

મ્યુ.કોર્પોરેશન તથા સમસ્ત લુહાર સમાજ દ્વારા કાલે 'માં વાત્સલ્ય કેમ્પ'

રાજકોટ, તા.૧: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ તથા સમસ્ત લુહાર સમાજ દ્વારા તા.જૂન  રવિવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે ભવાની ચોક, દેવપરા શાકમાર્કેટ પાછળ, શિયાણીનગર મેઈન રોડ, રાજકોટ ખાતે 'માં વાત્સલ્ય કેમ્પ' નું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પનું ઉદઘાટન મોહનભાઈ કુંડારિયા દ્વારા દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવવામાં આવશે. તેમજ કાર્યક્રમની અધ્યક્ષતામાં બીનાબેન આચાર્ય હાજર રહેશે.

આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે  શ્રી ધનસુખભાઈ ભંડેરી,  કમલેશભાઈ  મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ  રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, અંજલીબેન રૂપાણી, ભીખાભાઈ વસોયા, અશ્વિનભાઈ મોલીયા, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, કંચનબેન સિદ્ઘપુરા,  તેમજ મુખ્ય મહેમાન તરીકે ભુપેન્દ્રભાઈ એમ. ડોડીયા,  દેવરાજભાઈ વી. કવા, પ્રવીણભાઈ આસોડીયા, મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિ મંડળ, રાજકોટ,  લીલાબેન કવા, લુહાર મહિલા વિકાસ મંડળ, રાજકોટ ઉપસ્થિત રહેશે.

માં કાર્ડમાં પાંચ કે તેથી વધુ પરીવારના સભ્યોને લાભઃ ઠાકર

આ અંગે આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યુ હતુ કે, વાર્ષિક કુટુંબને ૪ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબોને માં વાત્સલ્ય કાર્ડ કાઢી આપવામાં આવે છે. હવે એક કુપનમાં પથી વધુ પરીવારના સભ્યો માં કાર્ડનો લાભ લઇ શકશે.

(4:21 pm IST)