Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

પગલા લ્યો નહિંતર આંદોલનની ચીમકી

રેલ્વેની જેકસન બેંકમાં પાછલા બારણેથી ભરતીનું કૌભાંડ ? : તપાસની ઉગ્ર માંગ ઉઠી

રાજકોટઃ તા.૧,  જેકશન બેંક તરીકે ઓળખાતી જેકશન કો- ઓપરેટીવ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી જરૂરીયાત ન હોવા છતા પાછલા બારણેથી કર્મચારીઓની ભરતીનું કૌભાંડ ચાલતુ હોવાનું શેર હોલ્ડર્સ કર્મચારીઓ દ્વારા લેખીતમાં વે.રે. જનરલ મેનેજરશ્રીને રજુઆત કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહયું છે.

તાજેતરમાં જેકસન બેંકમાં કર્મચારીના અને ચુંટાયેલા ડાયરેકટરો જેકશન કો-ઓપરેટીવ બેંકમાં જરૂરીયાત ન હોવા છતા પણ કોઇપણ જાતની મંજુરી કે કાયદેસરની પ્રક્રિયા વગર કોઇપણ જાતની લેખીત પરીક્ષા લીધા વગર તેમજ કોઇપણ જાતની ભરતીની જાહેરાત વગર ડાયરેકટરોના લાગતા વળગતા તેમજ સંબધીઓના લગતા વળગતા તેમજ સંબધીઓના ડાયરેકટર તેમજ ચીફ મેનેજર જેકશન બેંક સાથે મળીને આ ગેર કાયદેસર રીતે ભરતી કરવામાં આવતુ હોવાનું ચર્ચાઇ રહયું છે.

 ઉકત મામલે વિરોધ વંટોળ ઉઠી રહયો છે અને કર્મચારીઓ દ્વારા લેખીતમાં સી.બી.આઇ., એસ.ડી.જી.એમ, અને સીવીઆઇ ડબલ્યું આરને જાણ કરેલ હોવાનું પણ જાણવા મળે છે. ઉકત મામલે તાત્કાલીક ધોરણે પગલા લેવામાં નહિ આવે કર્મચારી દ્વારા જેકશન બેંક સામે નજીકના ભવિષ્યમાં ભુખ હડતાલ કરવામાં આવશે. તેવી ચીમકી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે.

(4:20 pm IST)