Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

વોર્ડ નં. ૧૧ ના વિવિધ વિસ્તારમાં પાણીના ધાંધીયાઃ આંદોલનની ચીમકી

લાભદીપ સોસા., કે.ડી.પાર્ક, રાજદિપ સોસા., સહિતના લતાઓમાં ગંદા, અનિયમિત, ધીમા ફોર્સથી પાણી વિતરણની સમસ્યા ૩ દિ'માં ઉકેલવા કોંગી કોર્પરેટર વાસંતીબેન માલવી તથા કેતન તાળાની માંગ

રાજકોટ તા. ૧ :.. શહેરના વોર્ડ નં. ૧૧ ના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદા પાણી, ધીમા ફોર્સ, અનિયમીત પાણી વિતરણની ફરીયાદો ઉઠવા પામી છે. ત્યારે આ સમસ્યા ૩ દિ' માં ઉકેલવા વોર્ડ નં. ૧૧ ના કોંગી કોર્પોરેટર વાસંતીબેન માલવી તથા વોર્ડ નં. ૧૧ ના પ્રમુખ કેતન વાળા સહિતના  વિસ્તારવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ અંગે વોર્ડ નં. ૧૧ ના કોંગી કોર્પોરેટર વસંતબેન માલવીએ યાદીમાં જણાવ્યું હતું કે, શહેરના નં. ૧૧ માં આવેલ ધરમનગર, પટેલનગર, મુરલીધર સોસા. લાભદીપ સોસા., કે.ડી. પાર્ક, રાજદીપ સોસા., કસ્તુરી સોસા., શ્યામલ સોસા., શાંતીવન સોસા.  અવધ રેસીડેન્સી, એજન્લ પાર્ક, કાવેરી સોસા., શિવમ પાર્ક, ભવનાથ સોસા., પુનમ સોસા., બિલી કામદાર, પુનમ સોસા., ઓમનગર પાર્ટ-એ, પ્રજાપતિ સોસા., લક્ષ્મી સોસા., જલારામ સોસા., વિગેરે સોસાયટીમાં વારંવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતી જૈસે થે જોવા મળી રહી છે. આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ નહી થાય તો ૩ દિવસ પછી વેસ્ટ ઝોન કચેરી ઉગ્ર આંદોલનની ચીમકી વોર્ડ  પ્રમુખ કોંગી કોર્પોરેટર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

(4:09 pm IST)