Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

આનંદમાં રહિએ તો ભાગવત જેવું કાર્ય થાય અને ક્રોધમાં રહીએ તો સર્વનાશ થાય

'ઓમ નમઃ ભગવતે વાસુદેવાયં' મંત્રમાં અદભુત શકિતઃ શાસ્ત્રી કૌશિક ભટ્ટ

રાજકોટઃ સોૈરાષ્ટ્ર બાજ ખેડાવાળા જ્ઞાતિ સમાજ દ્વારા ચાલતી ભાગવત સપ્તાહમાં ભાગવતાચાર્ય શ્રી કૌશિક ભટ્ટે ૩૨૦મી કથાનું રસપાન કરાવતાં કહયું કે લક્ષ્મીજી મળે પછી તેના સરખા પાંચ ભાગ કરવા જે ધર્મ, યશ, અર્થ, કાંબાય, અને લોકો માટે વાપરવા જોઇએ. બલીરાજાનું દ્રષ્ટાંત આપતા કહયું કે બલીરાજાએ ૮૮ યજ્ઞ પુરા કર્યા જો ૧૦૦ યજ્ઞ પુરા થાયતો સ્વર્ગ મળે ભગવાને વામનમાંથી વિરાટ સ્વરૂણ ધારણ કરી બધુ જ માંગી લીધુ હતુ.

ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્ર અદભુત શકિત છે. પાપકાર્ય, કામક્રોધ, વગેરેના નામ કરે છે. આનંદમાં રહીએ ત્યારે ભાગવત જેવુ કાર્ય થાય. આનંદમાં રહીએ ત્યારે ભાગવત જેવુ કાર્ય થાય. ક્રોધમાં રહીએ તો સર્વનાશ થાય. માટે તમારે તમારૂ જીવન જીવી લોકો ઉપદેશ આપવો જોઇએ.

બાળક શાળામાંથી પાંચ ગુણ મેળવે છે. વિદ્યા, વિનમ્રત, નિપુણતા, ગુણો, ચારિત્ર્યના સંયોજનથી માનવીનું વ્યકિત ખીલી ઉઠે છે.  નૃસિંહ અવતાર, શ્રી રામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધુમથી ઉજવણી થઇ હતી. જ્ઞાતિના ટ્રસ્ટી ગણે ભાગવત પોથીનું પુજન કરતાં ભાગવતાચાર્ય શ્રી કૌશિકભાઇ ભટ્ટનું સન્માન કર્યું હતુ.આયોજનની સફળતા માટે જ્ઞાતિ સમસ્તના કાર્યકરો કાર્યરત છે.

(4:06 pm IST)