Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

પ્રથમ કેબીનેટ મીટીંગમાં ૧૩,૩૪૩ કરોડ ખરવા, મોવાસા અને બુસેલોસીસની રસીકરણની યોજના મંજૂર

નરેન્દ્રભાઈની કૃષિ અને ગૌપાલન ક્ષેત્રે સંવેદનશીલતા માટે અભિનંદન આપતા ડો.કથીરીયા

રાજકોટ,તા.૧: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સોંગદવિધિ બાદ બોલાવેલી પ્રથમ કેબિનેટ મિટીંગ પહેલા જ તેમની સરકારના સો દિવસના એજન્ડાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રની ઘોષણા મુજબ ધડાધડ નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે. નરેન્દ્રભાઈએ કૃષિ અને ગો- પશુપાલનને પ્રાધાન્ય આપી મંત્રમંડળમાં કૃષિ અને કૃષિ કલ્યાણ અને પશુપાલન અને ફિશરીઝ બે અલગ- અલગ મંત્રાલય કરી બબ્બે કેબિનેટમંત્રીઓની નિમણુંક કરી. પ્રધાનમંત્રીશ્રીએ પ્રથમ કેબિનેટ મીટીંગમાં આપણા દેશમાં વ્યાપક એવા બુસેલોસીસ અને ફુટ એન્ડ માઉથ ડીસીસ (ખરવા અને મોવાસા)ના રોગના નિયંત્રણ અને નાબુદી માટે રાષ્ટ્રીય સ્તરે વ્યાપક રસીકરણનો કાર્યક્રમ હાથ ધરવા માટે રૂ.૧૩૩૪૩ કરોડની યોજનાને બહાલી આપી. પહેલા કેન્દ્ર અને રાજય સરકારોનો હિસ્સો રસીકરણમાં ૬૦:૪૦નો હતો. પરંતુ ગૌ- પશુપાલન પ્રત્યે સંવેદનશીલ પ્રધાનમંત્રીએ સમગ્ર ખર્ચ ભારત સરકાર ઉઠાવશે એવી જાહેરાત કરી હતી.

આ યોજનાથી પશુઓમાં થતા ઉપરોકત રોગો નાબુદ થશે. સાથે રોગને કારણે થતાં વંધ્યત્વ અને દુધ ઘટાડાની સમસ્યા હલ થશે. આથી ખેડૂતો પશુપાલકોને સીધો લાભ થશે.

પ્રથમ કેબીનેટ મીટીંગમાં જ આવી ગો- પશુપાલનની કલ્યાણકારી યોજના ઘોષિત કરવા બદલ તાજેતરમાં સ્થાપાયેલા રાષ્ટ્રીય કામધેનુ આયોગના નવનિયુકત પ્રથમ ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા (મો.૯૦૯૯૩ ૭૭૫૭૭)એ પ્રધાનમંત્રીશ્રી નરેનદ્રભાઈ મોદી, પશુપાલન મંત્રીશ્રી ગિરીરાજસિંહ, શ્રી ડો.સંજીવ બાલ્યાન અને શ્રી પ્રતાપચંદ સારંગીને અભિનંદન પાઠવી આભારની લાગણી વ્યકત કરી હતી.

(4:06 pm IST)