Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

રાજકોટ કોર્પોરેશનમાં આઇ.ટી.આઇ. પાસ માટે ભરતીઃ ૮૨૫ એપ્રેન્ટીશની જગ્યા ભરાશે

રાજકોટ, તા.૧: રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસની ૮૨૫ જગ્યા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં ખાલી પડેલી એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વધુમાં કહેલું કે, રાજકોટ મહાનગરપાલિકા ખાતે  એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ તથા સરકારશ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ વિવિધ ટ્રેડમાં ખાલી જગ્યાઓ ભરવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ માટે ઉમેદવારોએ www.rmc.gov.in  પર જઈને  તા.૦૧/૦૬/૨૦૧૯ થી તા.૧૦/૦૬/૨૦૧૯ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

નીચેની વિગતે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ મુજબની ટેકનીકલ

(૧)  વાયરમેન (૨)મિકેનિક મોટર વ્હીકલ(૩)   પ્રોગ્રામિંગ એન્ડ સીસ્ટમ એડમિનિસ્ટ્રેશન આસીસ્ટન્ટ(૪)કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (૫)ફિટર (૬)લાઈનમેન (૭ઈલેકટ્રીશ્યન(૮)કારપેન્ટર  (૯)પ્લમ્બર(૧૦)રેફ્રિજરેશન એન્ડ એરકન્ડિશનીંગ મિકેનિક(૧૧) મિકેનિક ડીઝલ(૨૨)ડ્રાફ્ટસમેન(સીવીલ) (૨૩)હોર્ટીકલ્ચર આસીસ્ટન્ટ (૨૪)ગાર્ડનર(માળી)(૨૫)કેડ કેમ ઓપરેટર કમ પ્રોગામર (૧૬) હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર (૧૭)સર્વેયર(૧૮)વેલ્ડર (ગેસૅઇલેકિટ્રક)(૧૯)લેબોરેટરી એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ)(૨૦)પમ્પ ઓપરેટર(૨૧) લાઈબ્રેરી આસિસ્ટન્ટ૨૨         પેઈન્ટર(૨૩)કોલ સેન્ટર આસિસ્ટન્ટ(ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ શાખા માટે) વગેરે જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઇ છે.

નોંધ છે કે સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. એપ્રેન્ટીસશીપનો સમયગાળો પુર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે તેમજ અગાઉ એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહિ. ઉમેદવારોએ ફકત ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મેરીટ મુજબ પસંદગી પામેલ ઉમેદવારોનું લીસ્ટ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર મુકવામાં આવશે તથા જે તે સમયે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો/ડોકયુમેન્ટ્સ સાથે હાજર થવાનું રહેશે.

(4:05 pm IST)