Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

વોર્ડ નં.ર એરપોર્ટ વિસ્તારમાં વોકળો મઢાશે : કામનો પ્રારંભ

રાજકોટ : વોર્ડ નં.૨માં જાગૃત કોર્પોરેટરશ્રી દ્વારા 'સોૈ'' નો સાથ ''સહુનો  વિકાસના '' સુત્ર સાથે લોક ઉપયોગી વિસ્તારના જુદા જુદા કામો મંજુર કરાવી કરવામાં આવે છે, તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.ર માં એરપોર્ટ રોડ ઉપર આવેલ રાજકૃતિ એપાર્ટમેન્ટ પાસેનો વોકળો પાકો કરવાના કામનું ખાતમુહુર્ત પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, વોર્ડ નં.ર ના કોર્પોરેટરશ્રી અને બાંધકામ સમિતી ચેરમેન મનીષભાઇ રાડીયા, આરોગ્ય સમિતી ચેરમેન જયમીનભાઇ ઠાકર, પૂર્વ ડે. મેયર ડો દર્શિતાબેન શાહ, સોફીયાબેન દલ દ્વારા કરવામાંઆવેલ.

આ પ્રસંગે વોર્ડ નં.ર ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ, મહામંત્રી જયસુખભાઇ પરમાર, ધૈર્યભાઇ પારેખ, દીપાબેન કાચા, દેવયાનીબેન, હર્શીદાબા કનોજીયા, ભાવેશભાઇ ટોયટા, ગુલાબસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, પ્રીતેશભાઇ પોપટ, સીમાબેન અગ્રવાલ, રાજુભાઇ લાખાણી, રાજુભાઇ પારેખ, રાજનભાઇ સિંધવ, કોૈશિકભાઇ અઢીયા, ડો. પ્રીતેશભાઇ પોપટ, યોગરાજસિંહ ટોયડા, ધર્મેન્ખ્રભાઇ મિરાણી, જીતુભાઇ, છેલાશંકરભાઇ રાવલ, હિનાબેન રાજપરા, વિલાસગીરી ગોસ્વામી, રાજુભાઇ લાખાણી,  મેઘાબેન મહેતા, ડો. ચંદનબેન શાહ, પારૂલબેન, અમીબેન પારેખ, સમીરભાઇ વસાવડા, મહેન્દ્રભાઇ પાબારી, મનસુખભાઇ ચાવડા, પીયુષભાઇ જેઠવા, ઇન્દુભાઇ પારેખ, કમલેશભાઇ મોડી, મનોજભાઇ દવે, રસ્ીકભાઇ વાઘેલા, ચિરાગભાઇ આહીર, રાજુભાઇ ધોળકિયા, લાલાભાઇ જેઠવા, રઘુભાઇ મીર, નારણભાઇ જોગરાણા, ભરતભાઇ નકુમ,  પ્રજ્ઞેશભાઇ પરમારા, હુસેન તાજાણી, લલીતભાઇ વાળા, કમલેશ મહેતા તથા બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:04 pm IST)