Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

શિવાનંદ જનરલ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે કાલે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

રાજકોટના સેવાભાવી તબીબોના ટ્રસ્ટ શ્રી સૌરાષ્ટ્ર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત : પેઈન મેનેજમેન્ટ નિષ્ણાંત તબીબ ખાસ સેવા આપશે : ખાસ હેલ્થકાર્ડનું વિતરણ થશે

રાજકોટ : રાજકોટની સેવાભાવી તબીબોના ટ્રસ્ટ હેઠળ શિવાનંદ જનરલ હોસ્પિટલના ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ડો.અતુલ શાહ અને વિજય મહેતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧: સેવાભાવી તબીબોના ટ્રસ્ટ શ્રી સૌરાષ્ટ્ર મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શિવાનંદ મિશન જનરલ એન્ડ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા લાયન્સ કલબ રાજકોટ આવકારના સહયોગથી આવતીકાલ તા. ૨ને રવિવારે વિનામુલ્ય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેઈન મેનેજમેન્ટ નિષ્ણાંત મુંબઈના ડો. અતુલ શાહ ૮૧૬ ખાસ સેવા આપશે. એમ ટ્રસ્ટના ચેરમેન અને જાણીતા ન્યુરોસર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદીની એક યાદીમાં જણાવાયું છે. ટ્રસ્ટ દ્વારા સમાજ સેવાના હેતુથી ટોકન દરે સામાજીક તબીબી સહાય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે એ યોજનાના ખાસ હેલ્થ કાર્ડનું આ પ્રસંગે વિતરણ કરવામાં આવશે.

ટ્રસ્ટના ચેરમેન ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજકોટ - સૌરાષ્ટ્રના લોકોને નજીવા દરે વિશ્વકક્ષાની સારવાર ઉપલબ્ધ બની શકે એ માટે અમો પ્રયત્નશીલ છીએ જેના ભાગ રૂપે નિયમીત રીતે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. લાયન્સ કલબ રાજકોટ આવકારના સહયોગથી આવો જ એક કેમ્પ આવતીકાલ તા. ૨.૬.૧૯ને રવિવારે સવારે ૯ થી ૧ રાખવામાં આવ્યો છે, કેમ્પનો લાભ લેવા માગતા દર્દીઓને શિવાનંદ મિશન જનરલ એન્ડ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (જયંત કે. જી. સોસાયટી, આનંદ બંગલા ચોક પાસે, મવડી મેઈન રોડ, રાજકોટ, ફોન : ૨૩૬ પ૦૦૫, મો. ૯૭૧૪૫૦૧પ૦૧) ખાતે નામ નોંધાવી દેવા. વધુને વધુ લોકોને કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ટ્રસ્ટના પ્રોજેકટ ઈન્ચાર્જ અને જાણીતા યુરોલોજીસ્ટ ડો. સુશિલ કારીઆએ જણાવ્યું છે કે, આ કેમ્પમાં ન્યુરોસર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. પુનિત ત્રિવેદી, યુરોસર્જન ડો. સુશિલ કારીઆ, પ્લાસ્ટીક સર્જન ડો. ભૌમિક ભાયાણી, કાર્ડીયોલોજીસ્ટ ડો. જગદીશ ધકાણ, ફિઝીશ્યન ડો. રાજીવ મિશ્રા, ન્યુરોફિઝીશયન ડો. સુધીર શાહ, ઓર્થોપેડીક સર્જન ડો. નિતીન રાડીયા, ઈ.એડ.ટી, સર્જન ડો. ચન્દ્રકાન્ત ચોકસી, ડો. ઉમંગ શુકલ, સ્ત્રી રોગ નિષ્ણાત ડો. શ્વેતા ત્રિવેદી, ડો. હિના પોપટ, ડો. પ્રતિક્ષા દેસાઈ, જનરલ સર્જન ડો. સુનિલ પોપટ, ડો. બંકિમ થાનકી, આંતરડાના રોગનાં નિષ્ણાંત ડો. ગજેન્દ્ર ઓડેદરા, માનસીક રોગના નિષ્ણાત ડો. મિલન રોકડ, બાળરોગ નિષ્ણાત ડો. ધર્મેશ ઓઝા, ડો. મહેશ મહેતા, સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. કેનીથ પટેલ, ઓર્થોડોન્ટીકસ ડો. અનિજા કારીઆ સહિંત વિવિધ રોગના નિષ્ણાત તબીબો સેવા આપજો. આ ઉપરાંત મુંબઈથી ખાસ ડો. અતુલ શાહ કેમ્પમાં સેવા આપો. ડો. અતુલ શાહ પેઈન મેનેજમેન્ટના નિષ્ણાત છે. તેઓ છેલ્લાં ૩૫ વર્ષથી બાયો એનર્જી થેરાપી દ્વારા અનેક રોગની. સફળ સારવારનો અનુભવ ધરાવે છે. કેમ્પમાં આવતા દર્દીને જરૂરીયાત મુજબ લેબોરેટરી ટેસ્ટ, એકસ-રે વગેરે ટેસ્ટ પણ રાહતભાવે કરી આપવામાં આવશે.

હેલ્થ કાર્ડ વિતરણ

શ્રી સૌરાષ્ટ્ર મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શિવાનંદ મહટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા સમાજના બહોળા વર્ગના લાભાર્થે શરૂ કરાયેલા અદ્દભુત સામાજીક તબીબી સહાય યોજના માટેના હેલ્થ કાર્ડનું પણ આ પ્રસંગે વિતરણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રૂ. ૨૦૦ /- ટોકન ફી ભરી દરવર્ષ દરમિયાન ૧૩ વખત શિવાનંદ હોસ્પિટલના કોઈપણ તબીબ પાસે કન્સલટેશન કરાવી શકે છે. સમગ્ર આયોજન માટે ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. સુશીલ કારીઆ, ડો. ભૌમિક ભાયાણી, ડો. સુખવાલ, ભરતભાઈ ગંગદેવ, અશોકભાઈ મહેતા, ઘનશ્યામભાઈ ઠક્કર, સૂર્યકાન્તભાઈ ત્રિવેદી, વંદનાબેન ત્રિવેદી, પ્રતાપરાય ભટ્ટ, મિહિર ત્રિવેદી, લાયન્સ કલબ આવકારના પ્રમુખ લા. શૌલેષભાઈ શાહ, મંત્રી લા. મુકેશભાઈ પંચાસરા, ખજાનચી લા. શબ્બીર લોખંડવાલા, પ્રોજેકટ ટીમના લા. બિપીનભાઈ મહેતા, લા. મધુસુદન રાચ્છ, લા. નરેન ડોબરીયા, લા. ડોલરભાઈ કોઠારી, લા. સંજસભાઈ જોષી સહિતની ટીમ કાર્યરત છે. સંસ્થાના મિડિયા કો.ઓર્ડીનેટર તરીકે વૈભવ વિજ્ઞાપનના વિજય મહેતા સેવા આપે છે.

(4:01 pm IST)