Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

કિટીપરામાં અગાસીએ બેસવા મામલે અમિતને વિક્કીએ પીઠમાં છરી ભોંકી

રાજકોટ તા. ૧: જંકશન પ્લોટ ગાયકવાડી-૬ના છેડે કિટીપરામાં રહેતાં અમિત મનોજભાઇ કુવાડીયા (ઉ.૨૨) નામના દેવીપૂજક યુવાનને રાત્રીના અગિયારેક વાગ્યે પોતાના મોટાભાઇના કવાર્ટરની અગાસીએ હતો ત્યારે પડોશી વિક્કી અશોકભાઇ સોવસીયા દેવીપૂજકે ત્યાં આવી ઝઘડો કરી છરીથી હુમલો કરી પીઠમાં ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમારે જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ તૃષાબેને ફરિયાદ નોંધી હતી. અમિતના કહેવા મુજબ પોતે અને ભાઇ અગાસીએ હતાં ત્યારે વિક્કી પણ ત્યાં આવતાં તેને બેસવાની ના પાડતાં બોલાચાલી થતાં વિક્કીએ છરીથી હુમલો કર્યો હતો. ઘાયલ થયેલો અમિત ભંગારનો ધંધો કરે છે.

(4:00 pm IST)