Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

રાજકોટની અપર્હત બાળાને રૂરલ એસ.ઓ.જી.ની ટીમે શોધી કાઢી

પોકેટકોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી

રાજકોટ તા.૧: પોકેટકોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી રાજકોટની ૧ વર્ષની અપર્હત બાળાને રૂરલ એસ.ઓ.જીની ટીમે શોધી કાઢી હતી.

પોલીસ અધિક્ષક બલરામમીણાની સુચનાથી રૂરલ એસ.ઓ.જી બ્રાંચના પોલીસ ઇન્સપેકટર એચ.જી.પલ્લાચર્યા તથા સ્ટાફ એસ.ઓ.જી.ને લગતી કામગીરી તથા પાટણવાવ પો.સ્ટે.ગુ.ર.નં.૨૬/૨૦૧૮ I.P.C કલમ ૪૮૯(બી)(સી), ૧૨૪ (ક), ૩૪ મુજબના કામે નાસતા ફરતા આરોપી કાળાભાઇ બોદાભાઇ વકાતર ઉ.વ.૨૪ રહે.વેગડી તા.ધોરાજી વાળાને અટક કરવામાં આવેલ હોય અને આરોપી રીમાન્ડ ઉપર હોય જેની વિશેષ પુછપરછમા તેના લગ્ન વિશે પુછતા આરોપી ફર્યુ ફર્યુ બોલતો હોય જેથી શંકાસ્પદ જણાતા તેની હાલની પત્ની નામ તથા આરોપીનુ નામ પોકેટકોપ એલ્કિેશનમાં સર્ચ કરતા આ કામેના આરોપીની પત્ની જે રાજકોટ શહેર બી-ડિવીજન પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૮૩/૧૮ આઇ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬ મુજબના કામે ભોગબનનાર હોય જેથી તેનો કબ્જો રાજકોટ શહેર બી-ડીવીઝન પો.સ્ટે. સોંપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમાં હેડકોન્સ ઉપેન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અતુલભાઇ ડાભી, પો.કો. ધર્મેન્દ્રભાઇ ચાવડા, રણજીતભાઇ ધાધલ તથા મયુરભાઇ વિરડા સહિતના જોડાયા હતા.

(4:00 pm IST)