Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

કોઠારીયાના જુના ગણેશનગરમાં આશા ગોસ્વામીએ જૂગારધામ ચાલુ કર્યુઃ ૧૦ પત્તાપ્રેમી મહિલા પકડાઇ

આજીડેમ પોલીસે દરોડો પાડ્યોઃ દવાખાનાનો ખર્ચ કાઢવા જૂગાર રમાડવાનું શરૂ કર્યાનું આશાનું રટણ

રાજકોટ તા. ૧: આજીડેમ પોલીસે કોઠારીયાના જુના ગણેશનગર બાપાસિતારામ ચોક પાસે  બંધ શેરી નં. ૪માં રહેતી બાવાજી મહિલા આશાબેન રવિપરી ગોસ્વામી (ઉ.૩૧)ના ઘરમાં દરોડો પાડી તેને તથા બીજી ૯ મહિલાને તિનપત્તીનો જૂગાર રમતાં ઝડપી લીધી હતી.

પોલીસે ઘરધણી આશાબેન તથા હીનાબેન મહેશભાઇ સાવલીયા (ઉ.૪૨-રહે. તિરૂપતી સોસાયટી-૪ કોઠારીયા રોડ), હંસાબેન વિનુભાઇ વેકરીયા (ઉ.૪૮-રહે. તિરૂપતી બાલાજી સોસાયટી-૪, તપસ્વી હોટેલ પાસે), રેખાબેન ભરતભાઇ વ્યાસ (ઉ.૪૨-રહે. શિવધામ-૬ કોઠારીયા રોડ),  અસ્મિતાબેન પ્રવિણભાઇ ગઢીયા (ઉ.૩૮-રહે. જુના ગણેશનગર-૪ કોઠારીયા રોડ), કંચ્નબેન પ્રકાશભાઇ વ્યાસ (ઉ.૪૦-રહે. ગાંધીગ્રામ એસ. કે. ચોક શિવમંદિર પાસે), અનિતાબેન પ્રકાશભાઇ મારૂ (ઉ.૪૦-રહે. જુનુ સ્વાતિ પાર્ક ૩-એ કોઠારીયા રોડ), શ્રધ્ધાબેન અમિતભાઇ જોષી (ઉ.૩૦-રહે. મણીનગર-૪ કોઠારીયા રોડ), સરોજબેન મનુભાઇ મહેતા (ઉ.૫૨-રહે. વૃજ વાટીકા શાપર વેરાવળ) તેમજ રોશનબેન સલિમભાઇ સાંધ (ઉ.૪૪-રહે. સર્વોદય સોસાયટી-૧ શાપર વેરાવળ)ને તિનપત્તી રમતાં પકડી લઇરૂ. ૧૬૮૦૦ રોકડા અને ગંજીપાના કબ્જે લીધા હતાં.

ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એચ.એલ. રાઠોડ અને પીઆઇ પી.એન. વાઘેલાની રાહબરીમાં હેડકોન્સ. કનકસિંહ સોલંકી, શેૈલેષભાઇ નેચડા, શૈલેષભાઇ ભીંસડીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળતાં દરોડો પાડ્યો હતો. દવાખાનાનો ખર્ચ કાઢવા આશાબેન બાવાજીએ નાલ ઉઘરાવી જૂગારધામ શરૂ કર્યુ હતું એ સાથે જ પોલીસ ત્રાટકી હતી.

વરલીનો જૂગાર રમતાં રાજદિપ અને અલ્પેશને ભકિતનગર પોલીસે પકડ્યા

૮૦ ફુટ રોડ સૂર્યોદય સોસાયટી સામે ખોડિયાર હોલ સામેથી રાજદિપ કાળુભાઇ ચાવડા (ઉ.૨૦-રહે. જંગલેશ્વર રાધાકૃષ્ણ સોસાયટી-૧૮) તથા અલ્પેશ કિરણભાઇ ચાવડા (ઉ.૧૯-રહે. કોઠારીયા સોલવન્ટ કવાર્ટર, મુળ જેતપુર)ને ભકિતનગરના હેડકોન્સ. સૂર્યકાંતભાઇ પરમાર સહિતે વરલી ફીચરના આંકડા પર જૂગાર રમતાં ઝડપી લઇ બોલપેન, સ્લીપો, ચિઠ્ઠીઓ અને રોકડા રૂ. ૪૭૦૦ કબ્જે લીધા છે.

(3:59 pm IST)