Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

યતિમખાનાના બાળકો આ વર્ષે મદદ માટે નહી નીકળે

રાજકોટ તા ૦૧  : રવિવાર તા ૦૨ ના રોજ કાલ ૨૭મું હરણી રોઝુ આવે છે, ત્યારે સુન્નિ  મુસ્લિમ યતિમખાના ના બાળકો મુસ્લિમ  વિસ્તારોમાં દર વર્ષે કિતરા, જકાત, ઇમદાદ વગેરે ઉઘરાવવા સવારથી સાંજ સુધી ફરે છે, પરંતુ આ વર્ષે સખત તડકા પડતા હોય અને બાળકો રોજા રાખતા હોય, તેમજ કોર્પોરેશન દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ હોય બાળકો તા. રજી જુન રવિવારે હરણી રોજાના દિવસે  શહેરના   વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં મદદ માટે ફરશે નહીં, તો આપ આપની દર વર્ષે અપાતી વિવિધ મદદ   ઘઉં કે રોકડના રૂપે સંસ્થાની ઓફીસ સુન્ની મુસ્લીમ યતિમખાના, ૧૩ કરણપરા, કેનાલ રોડ ખાતે પહોંચાડી દેવા ટ્રસ્ટી મંડળ  વતી ઇબ્રાહીમભાઇ દલ (પ્રમુખ) અને મજીદભાઇ પટ્ટણી (સેક્રેટરી) દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

(3:58 pm IST)