Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

પતિ-પત્નિ વચ્ચેના વિવાદી કેસમાં વચગાળાની ખાધા ખોરાકીની અરજી રદ

રાજકોટ, તા., ૧: રાજકોટની ફેમેલી પ્રિન્સીપાલ કોર્ટ સમક્ષ આ કામના સામાવાળાએ અરજદાર વિરૂધ્ધ હિન્દુ મેરેજ એકટની કલમ-ર૪, ર૬ અન્વયે વચગાળાનું ભરણપોષણ તેમજ લીટીગેશન એકસપેન્સ મળવા અંગેની અરજી દાખલ કરેલ હતી. જેને અદાલતે રદ કરી હતી.

અહીના રાજકોટ મુકામે કવાર્ટર નં. બી./૩૭ એરપોર્ટ કોલોની વિસ્તારમાં રહેતા અરજદારના લગ્ન આ કામના સામાવાળા મંજુલાબેન વા./ઓફ  રાજેશભા ગોંડલીયા સાથે રાજકોટ મુકામે આશરે ૧૩ વર્ષ પહેેલા સમુહલગ્નમાં તા.ર૩-ર-ર૦૦૪ના રોજ થયેલ હતા. ત્યાર બાદ લગ્ન જીવન દરમ્યાન આ કામના સામાવાળા વતી અવાર નવાર પિયરે વઇ જવાની તથા છુટાછેડા આપી દેવાની ધમકીઓ તથા શંકા-કુશંકાઓ કરવામાં આવતી.

ત્યાર બાદ આ કામના સામાવાળાએ અમો અરજદારને હેરાન-પરેશાન કરવા માટે તથા સ્ત્રી વિષયક કાયદાનો ગેરલાભ લઇને રાજકોટના ફેમેલી કોર્ટ સમક્ષ અરજદાર વિરૂધ્ધ હિન્દુ મેરેજ એકટની કલમ ર૪, ર૬ અન્વયે વચગાળાનું ભરણપોષણ તેમજ લીટીગેશન એકસપેન્સ મળવા અંગેની અરજી દાખલ કરેલ આ કામના સામાવાળાને રૂ). ૧પ૦૦૦ આમ મળીને કુલ રૂ). ૩૦,૦૦૦ અંકે રૂપીયા ત્રીસ હજાર પુરાની માંગ કરેલ હોય તેમજ લીટીગેશન એકસપેન્સ પેટે રૂ. રપ૦૦૦ અંકે રૂપીયા પચ્ચીસ હજાર પુરાની માંગ કરતી અરજી કરેલ હતી.

ઉપરોકત અરજી ચાલવા પર આવતા અરજદારના વકીલ અજય એમ.ચૌહાણએ કરેલ દલીલોને કોર્ટએ ધ્યાને લઇને આ કામના સામાવાળાએ વચગાળાની ખાતા ખોરાકી પેટે સગીર પુત્રીને રૂ. ૧પ૦૦૦ તથા આ કામના સામાવાળાને રૂ. ૧પ૦૦૦ આમ મળીને કુલ રૂ. ૩૦ હજાર પુરાની માંગ કરેલ હોય જે કોર્ટએ નામંજુર કરેલ  જયારે એક માત્ર આ કામના સામાવાળાને લીટીગેશન એકસપેન્સ રૂ. ૭,પ૦૦ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પેટે રૂ. ર૦૦૦ ફકત ચુકવવાનો હુકમ કરેલ છે.

સદરહું આ કામમાં ધારાશાસ્ત્રી અજય એમ.ચૌહાણ તથા ડેનીસ જે.મહેતા એડવોકેટસ રોકાયેલ હતા.

(3:58 pm IST)