Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

રોકાણકારોને વધુ વ્યાલજની લાલચ આપી કરોડની રકમ ચાંવ કરવાના ગુનામાં આરોપી જામીન પર

રાજકોટ, તા.૧: રોકાણકારોને મંડળીમાં રોકાણમાં વધારે વ્યાજની લાલચ આપી એક કરોડ ઉપરની રકમ ચાંવ કરી જનાર આરોપીના કોર્ટે જામીન મંજુર કરેલ છે.

બનાવની વિગતે આરોપી કમલેશ વાઘવાણી એ તેના પત્નીના નામે પોસ્ટ ખાતામાં બચત ઉઘરાવવાનું કામ કરતો હતો અને અનેક લોકો મરણ મુડીનું તે રોકાણ કરતો હતો. આ પછી આરોપીએ પોતાની ગજાનન ક્રેડીટ સોસાયટી શરૂ કરેલ અને રકમ તેમાં રોકવાથી લોકોને વધારે વ્યાજ મળશે તેવી લાલચ આપેલ. જેથી ફરીયાદી ક્રિષ્નાબા અને તેના પરીવારે તેની વાતમાં આવી લાખો રૂપીયાનું આ મુજબ રોકાણ કરેલ અને અનેક લોકોએ પોતાની મરણ મુડી આરોપીની મંડળીમાં એફ.ડી. તરીકે મુકેલ એટલું જ નહીં આરોપી કમલેશે પોસ્ટ ખાતાની ખોટી પાસબુક બનાવી અને લોકોના પૈસા તેમાંથી ઉપાડી લીધેલ હતા જેનો આંકડો એક કરોડથી વધારેનો થાય છે.

આ પછી પોલીસે આરોપીને પકડી અને અદાલતમાં રજુ કરતા બનાવની ગંભીરતા જોઇ તેને જેલ હવાલે કરવામાં આવેલ હતો અને જેલમાં ગયા બાદ આરોપી કમલેશે (((( રાજકોટમાં ચાલતા A.D.R સેંન્ટરમાં જેલમાંથી સરકારી/ખર્ચે જામીન અરજી કરવાની અરજ કરતા આ જામીન અરજીમાં A.D.R ના પેનલ એડવોકેટ શ્રી અંતાણીની સરકારમાંથી નીમણુંક કરવામાં આવેલ હતી અને તેમણે આરોપીની જામીન અરજી સેસન્સ અદાલતમાં દાખલ કરેલ હતી.

આ જામીન અરજી થતાં પોલીસના જવાબદાર અધીકારી એ જામીન આપવા સામે તથા મુળ ફરીયાદી ક્રિષ્નાબા એ પણ જામીન આપવા સામે વાંધા સ્વરૂપનું સોંગદનામું અદાલતમાં રજુ કરેલ હતું.

આ જામીન અરજી ચાલવા પર આવતાં આરોપીના સરકારના A.D.R લીગલમાંથી રોકાયેલ વકીલ શ્રી અંતાણીએ વિગતવાર દલીલો અદાલતમાં રજુ કરેલ અને આ તમામ દલીલોથી સહમત થઇ રાજકોટની સેસન્સ અદાલતે આરોપી કમલેશને એક કરોડથી વધારે રકમની લોકોની મરણ મૂડીની રકમની ઉચાપત કરવાના તથા પોસ્ટખાતાની ખોટી પાસબુક બનાવવા સહીતના ભારી ગુન્હામાં જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે

ઉપરોકત ચકચારી કેસમાં A.D.R લીગલના પેનલ એડવોકેટ શ્રી સંદીપ કે.અંતાણી, વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:57 pm IST)