Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

ટાઇમ્સ ગ્રુપ આયોજીત એજયુકેશન એકસ્પો ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખુલ્લો મુકાયો

બે દિવસ ઇમ્પીરીયલ પેલેસ ખાતે આયોજનઃ નિઃશુલ્ક એન્ટ્રી

રાજકોટઃ તા.૧, સૌરાષ્ટ્રના વાલીઓ અને વિદ્યાર્થીઓને માહિતી તથા માર્ગદર્શન પુરૂ પાડવા માટે ટાઇમ્સ ગ્રુપ દ્વારા એજયુકેશન એકસપોનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ ખાતે ઇમ્પીરીયલ પેલેસમાં આજે તથા કાલે (તા.૧ અને ૨) ર દિવસનું આ આયોજન કરવામાં આવેલ છે. જેની એન્ટ્રી ફ્રી છે. જેમાં શૈક્ષણિક જગતની પ્રતિષ્ઠીત સંસ્થાઓ સ્કુલ્સ, કોલેજો,  યુનિવસીર્ટીના સ્ટોલ અહિ રાખવામાં આવેલ છે. જેના દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને કેરીઅર અંગેનું માર્ગદર્શન મળી શકશે.

શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે એકસપોને ખુલ્લુ મુકવામાં આવેલ. તેઓ ટાઇમ્સ ગ્રુપના આયોજનથી ખુબજ પ્રભાવીત થયા હતા અને વ્યકિતગત દરેક સ્ટોલની  મુલાકાત કરી હતી. આ ઉપરાંત શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ ટાઇમ્સ ગ્રુપના પરીવારના સભ્યો અને શિક્ષણ જગતના આગેવાનોને મળ્યા હતા. અને માનવ પ્રત્યો, શિક્ષણનો સિધ્ધાતો વગેરે વિષય ઉપર વાતો કરી હતી. આ તકે તેમણે ભુતકાળના સંસ્મરણો પણ યાદ કર્યા હતા. શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજીની સાથે રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી, સૌ.યુનિ. સીન્ડીકેટ મેમ્બર શ્રી નેહલભાઇ શુકલ તથા રાજકોટ શહેરના તમામ પ્રતિષ્ઠીત શિક્ષણ વિદોએ ઉપસ્થિત રહી ટાઇમ્સ ગ્રુપના એજયુકેશન એકસપોને બિરદાવ્યું હતુ.  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટાઇમ્સ ગ્રુપના મેનેજરશ્રી જયદીપ ઉદાણી, શ્રી જનક સતીકુવર, શ્રી વિક્રમ પોટફોડે, શ્રી સુમિતભાઇ ખુરાના (અમદાવાદ), શ્રી નિમેષભાઇ બાબરીયા (એડીટ ઇન્ચાર્જ), શ્રી રમેશભાઇ ટંકારીયા (એડીટ ફોટોગ્રાફર), શ્રી જગદીશભાઇ વૈધ્ય (સરકયુલેશન) એ જહેમત ઉઠાવી હતી.

(3:57 pm IST)