Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

સ્પર્ધાત્મક પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ૪૮ થી વધુ ઉમેદવારો ઉતીર્ણ

રાજકોટ તા. ૧ : તાજેતરમાં જાહેર થયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરીણામોમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થી ભાઇ બહેનોએ સારો દેખાવ કર્યો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન  દ્વારા સૌરાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી., પોલીસ ઇન્સ્પેકટર તથા વર્ગ ૧-ર ના કોચીંગ કલાસ ચલાવવામાં આવી રહ્યા છ. તમામ જ્ઞાતિના વિદ્યાર્થી ભાઇ બહેનો જ્ઞાન મેળવી રહ્યા છે. જેના પરીપાકરૂપે તાજેતરમાં જીપીએસસી ૨૦૧૯ ની મુખ્ય પરીક્ષાનું રીઝલ્ટ આવતા સંસ્થામાંથી ૪૮ થી વધારે વિદ્યાર્થીઓ ઉતીર્ણ જાહેર થયા છે.

આ તમામ ઉતીર્ણ સ્પર્ધકોને સંસ્થાના ચેરમેન નરેશભાઇ પટેલ, પ્રમુખ હર્ષદભાઇ માલાણી, જી. એલ. રામાણી, તેમજ અન્ય હોદેદારો, ટ્રસ્ટીઓએ શુભેચ્છા પાઠવી હતી.

જીપીએસસી વર્ગ ૧ અને ર મુખ્ય પરીક્ષામાં ૪૮ થી વધુ ઉમેદવારો ઉતીર્ણ થઇ રૂબરૂ મુલકાત માટે પસંદગી પામ્યા છે. ગયા વર્ષે પણ સંસ્થાના ૧૧ થી વધુ વિદ્યાર્થીઓએ નામ રોશન કર્યુ હતુુ.

પ્રિલિમ્સ પાસ કરનાર ઉમેદવારો૩૦ અને ઇન્ટરવ્યુ આપનાર ઉમેદવાર ૬ છે. ડો. પ્રકાશ પરમાર આઇએફએસ- ૨૦૧૫, ડો.અક્ષર ગોધાણી આઇઆરએસ - ૨૦૧૬-૧૭, મોહીત પંચાલ આઇઆરએએસ - ૨૦૧૭. આમ રાજકોટમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે નિષ્ણાંત ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ તાલીમ લઇ રહેલ ઉમેદાવરોએ ઉજવળ દેખાવ કરી બતાવ્યો છે.

ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદીમાં અંકીત પટેલ, અંસારી જોહરા, બાણુગારીયા તેજ, ભાલારા લક્ષીત, ભમર ડી. એલ., ભંડેરી નીરજ, ભાવીક મહેતા, ચોલેરા ભાવીન, ચુડાસમા વીવેક, દલસાણીયા અંકિત, ડોબરીયા ધાર્મિક, ડો. યશ દીવાન, ડો. દીન્તા કથીરીયા, ગાદોયા સ્મીત, ગામી જયદીપ, જાડેજા પુષ્પરાજ, જાડેજા ઉષાબા, કાલરીયા બ્રીજેશ, કામલીયા મિત, કરમટા કમલેશ, કરદાની મેહુલ, કટારીયા અમિત, કથીરીયા ભાવીન, ખત્રી યાસીન, લાવડીયા ક્રિષ્ના, માલવીયા અંકિત, માસેતા વિસ્મય, મોરડીયા ધરમ, પારગી પ્રેક્ષા, પરમાર મનીષા, પટેલ અંકીતા, રૈયાણી ભુમિકા, રંગાણી ક્રિષ્ન, સાવલીયા ભીષ્મંગ, શાહ મેહુલ, સીધ્ધપરા અજય, સોજીત્રા બ્રીજેશ, સોરઠીયા દીપ, તાળા મયંક, તળાવીયા નૈમિષ, ઠાકુર અરૂણસિંહ, ઠુમ્મર રાજાણી, વાછાણી કૃપાલી, વડાવીયા હરેશ, વીરાણી કેવીન, વ્યાસ હાર્દીક, ઝાલરીયા વિવેકનો સમાવેશ થાય છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ટ્રસ્ટી ચિમનલાલ હપાણી, ઉપેન્દ્રભાઇ અકબરી, પ્રશાંતભાઇ રામોલીયા, એકેડેમીક હેડ ધવલભાઇ સંખારવા, ફેકલ્ટી ભાવીનભાઇ કથીરીયા, રોમા ધડુક, ડો. નિલેશ ઘેટીયા, સ્ટુડન્ટ ક્રિષ્ના લાવડીયા, ચિંતનભાઇ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:54 pm IST)